ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી: બાઈક અથડાતા બોલાચાલી સર્જાઈ, મારામારી બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી

મોરબી : શહેરમાં બાઈક અથડાયા મુદ્દે બઘડાટી બોલી હતી. આ મારામારીની ઘટના મામલે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ જૂથ વચ્ચે મારામારીના બનાવ બાદ બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Morbi Crime News
Morbi Crime News

By

Published : Nov 6, 2020, 7:54 PM IST

  • બાઈક અથડાતા બોલાચાલી સર્જાઈ
  • છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી
  • મારામારી બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી : શહેરમાં બે બાઈક અથડાયા બાદ બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. આ બાબતે બન્ને પક્ષો તરફથી સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

બાઇક અથડાતા થઇ મારામારી

મોરબીના ઇન્દિરાનગરના રહેવાસી ગૌતમ ભાવેશભાઈ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે પોતાનું બાઇક લઈને જતા સમયે આરોપી કિરીટ ધનજી પરમારે તેની સાથે બાઇક અથડાવી હતી. આ સાથે કિરીટ પરમારે ગૌતમને ગાળો આપી મારમારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આરોપી કિરીટ ધનજી પરમાર, રમેશ ટાભાભાઈ પરમાર અને હરેશ ભુરાભાઈ પરમારે પણ ગાળો બોલી ધમકી આપ્યા હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કર્યો છે.

જાનથી મારી નાખવાની ધમકી આપી

આ ઘટનામાં સામાપક્ષે ઉજીબેન ટાભાભાઈ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, બાઇક પર જતા સમયે આરોપી ગૌતમ પરમાર બાઇક અથડાવી દેતા ઉજીબેન પરમાર પડી ગયા હતા. ત્યારે આરોપી ભાવેશ રાજાભાઈ પરમારે ગાળો આપી હતી. ભાવેશ રાજાભાઈ પરમાર અને ગૌતમ ભાવેશભાઈ પરમારે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર બાબતે બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details