મોરબીઃ તાલુકામાં ચાચાપર ગામે ડેમી નદીમાં લગોલગ કાંઠે ડેમી 2 સિંચાઈ યોજના (નસીતપર) થી 6.20 કિમી નીચવાસમાં તથા ડેમી 3 સિંચાઈ યોજના (કોયલી) થી 8.30 કિમી ઉપરવાસમાં છે. જેથી ભારે વરસાદ અને ડેમી 2 સિંચાઈ યોજનાના દરવાજા ખોલવામાં આવે ત્યારે પૂરના પાણી ગામમાં અંદર ઘુસી જતા હોય છે. જેથી જાનમાલની નુકસાની થતી હોવાથી ટંકારા પડધરીના તત્કાલીન ધારાસભ્ય અને રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ગામના નદીકાંઠાના ભાગમાં પુર સંરક્ષણ દિવાલ બનાવવા માટે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કપ્લ્સર વિભાગ ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી હતી અને યોજનાને 252 લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી.
મોરબીના ચાચાપર ગામે 340 મીટર લંબાઈની સંરક્ષણ દીવાલનું ખાતમુર્હત કરાયું - MP Mohanbhai Kundaria
મોરબી તાલુકાના ચાચાપર ગામે ભારે વરસાદ તેમજ ડેમીના 2 દરવાજા ખોલવાથી ડેમી નદીમાં આવતા પુરને કારણે નદીકાંઠાના મકાનોમાં ધોવાણ થતું હોય અને નુકશાન પહોંચતું હોવાથી ચાચાપર ગામે પુર સંરક્ષણ દિવાલ બનાવવા માટેની માગને પગલે 252 લાખના ખર્ચે સંરક્ષણ દિવાલને મંજુરી આપવામાં આવી છે. જે પૂર સંરક્ષણ દિવાલનું સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.
મોરબીના ચાચાપર ગામે 340 મીટર લંબાઈની સંરક્ષણ દીવાલનું ખાતમુર્હત
પૂર સંરક્ષણ દિવાલનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. જે આ પ્રસંગે ભાજપ અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા, જ્યોતીસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને પુર સંરક્ષણ દિવાલના ખાતમુર્હતને પગલે ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી.