- મોરબી જિલ્લાના ડેમોના ઉપરવાસમાં સારો વરસાદ પડ્યો
- જિલ્લાના 8 ડેમમાં પાણીની સારી આવક નોંધાઈ
- મચ્છુ-1 ડેમ સહિતના કુલ 6 ડેમ ઓવરફ્લો થયા
મોરબીઃ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી વાતાવરણ રહ્યું છે. જિલ્લાના ડેમોના ઉપરવાસમાં સારો એવો વરસાદ પડ્યો હોવાથી જિલ્લાના 8 ડેમમાં પાણીની સારી આવક નોંધાઈ છે. અહીં મચ્છુ-1 ડેમ સહિતના કુલ 6 ડેમ ઓવરફ્લો થયા છે. આના કારણે અન્ય 5 જિલ્લામાં પણ રાહત જોવા મળી રહી છે. અહીંના લોકોને એક વર્ષ માટે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી ગઈ છે.
આ પણ વાંચો-મોરબી જિલ્લાનો મચ્છુ-2 ડેમ ઓવરફલો થતા 31 ગામડાંઓ એલર્ટ કરાયાં
મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થતા મોરબાવાસીઓમાં ખુશી
જિલ્લાના 10 પૈકી ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે. તો મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થયા બાદ મચ્છુ-2 ડેમ પણ ઓવરફલો થયો હતો. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ પણ ઓવરફ્લો થતા મોરબીવાસીઓ ખુશી જોવા મળી રહી છે. મોરબી જિલ્લાના મહત્ત્વના ડેમ ઓવરફલો થતા પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી છે. જિલ્લાના બ્ર્રાહ્મણી, ધોડાધ્રોઈ, ડેમી-1, ડેમી 2 સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ છે.
આ પણ વાંચો-દ્વારકામાં વર્તુ 2 ડેમના 6 દરવાજા ખોલાતા રાવલ ગામ પાણીમાં ડૂબ્યું, 6 લોકોનું કરાયું રેસ્ક્યુ
એક વર્ષ સુધી પાણીની સમસ્યા નહીં સર્જાય
જિલ્લાના મહત્ત્વના ડેમમાં પાણીની સારી આવક થતા રવિ સિઝન માટે પાણીની સમસ્યાનું નિવારણ આવ્યું છે. અત્યારે મોટી સિંચાઈ અને નાની સિંચાઈના ડેમ ભરાઈ ગયા છે. તો હવે આગામી એક વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય. તેમ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું. સૌની યોજનાનો મધર ડેમ, મચ્છુ 2 ડેમ ઓવરફલો થતા અન્ય 5 જિલ્લા માટે પણ રાહત થઈ છે.