મોરબી : રવાપર રોડ પર રહેતા વયોવૃદ્ધને ફ્લેટ ખરીદવાના બહાને હનીટ્રેપમાં (Morbi Honey Trap Case) ફસાવવાનું કાવતરું સામે આવ્યું છે. જેમાં એક મહિલા સહિતના કુલ છ શખ્સોએ કાવતરું રચી વૃદ્ધનું અપહરણ કરી લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હતી. તેને લઈને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે તમામ આ આરોપીઓને પકડી પાડ્યા છે.
ફ્લેટ ખરીદવાના બહાને વૃદ્ધને બોલાવ્યા -મોરબીના રવાપર રોડ પર રહેતા વયોવૃદ્ધને ફ્લેટ ખરીદવાના બહાને છ શખ્સોની ટોળકી દ્વારા ફસાવવામાં આવ્યા હતા. જેમાં ગોંડલના અંકિત ઉર્ફે ગટુ દિનેશ નાગલા અને તેમની પત્ની રીન્કુ નાગલા સહિતના આરોપીઓએ (Honeytrap to Elderly in Morbi) સુવ્યવસ્થિત કાવતરું રચી ફ્લેટ માટે ટોકન દેવાના બહાને વૃદ્ધને બોલાવ્યા હતા. ટોળકીના અન્ય સભ્યો આ સમયે અહીં આવી પહોંચ્યા હતા. જેમાંથી આરોપી અનિલ ઉર્ફે દેવાએ મોબાઇલ ફોનમાં સ્ત્રીને નજીક રાખી વૃદ્ધના ફોટા પાડ્યા હતા. બાદમાં મોબાઇલ ફોન લઇ વૃદ્ધને ગાડીમાં બેસાડી અપહરણ (Kidnapping Case in Morbi) કરી વાંકાનેર બાજુ લઈ ગયા હતા. આરોપી ધમકી આપી કે, ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરી દઈશું. જો કે એક કરોડની પૈસા નહીં આપો તો ગાડીમાં જીવતા સળગાવી દઈ જાનથી મારી નાખીશું.
આ પણ વાંચો :support price Plan: મોરબીમાં ચાર સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ