ગુજરાત

gujarat

મોરબીના રવાપર ગામના 47 વર્ષના વ્યક્તિનું કોરોનાના કારણે મોત

By

Published : Jun 11, 2020, 3:03 PM IST

મોરબી જિલ્લામાં કોરોનાના કારણે પ્રથમ મોત નીપજતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. જેમાં મોરબીમાં તારીખ 9ના રોજ આવેલ કોરોના પોઝિટિવ દર્દી રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવેલ હતો. જ્યાં બુધવારની રાત્રે તેનું મૃત્યુ થયું હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી મળી હતી.

Morbi
મોરબી

મોરબી : જિલ્લાના રવાપર ગામના રહેવાસી હેમાંગભાઈ વજરીયા (ઉ.47)નો તારીખ 9ના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં પોઝિટિવ દર્દી જે વિસ્તારમાં નિવાસ કરે છે, તેવા શુભ પેલેસ એપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ વિસ્તારના 29 ઘરોના કુલ 80 લોકોને કન્ટેન્મેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

મોરબીના રવાપર ગામના 47 વર્ષના પુરુષનું કોરોનાના કારણે મોત

જ્યારે પોઝિટિવ દર્દી સરદાર બાગ નજીકની SBI બેંકમાં ફરજ બજાવતા હતા. જેથી બેંક અંદર અને બહારના વિસ્તારમાં પણ પાલિકા તંત્રએ સેનેટાઈઝ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ હેમાંગભાઈને સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બુધવારની રાત્રીના હેમાંગભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની સત્તાવાર માહિતી આરોગ્ય વિભાગે આપી હતી. મોરબી જિલ્લામાં કોરોનાથી પ્રથમ મોત નીપજતા તંત્રની ચિંતામાં વધાર્યો થયો હતો. ત્યારે મોરબીવાસીઓએ પણ વધારે સાવચેત રહેવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details