મોરબીઃ જિલ્લાના 10 ડેમોમાં હાલ 4073 મી. ક્યૂસેક પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અને બીજી તરફ ચોમાસુ શરૂ થઇ ગયું છે. માટે જિલ્લાની પાણી અંગેની સ્થિતિ ખૂબ સારી હોવાનું જણાય આવે છે. હાલ સૌથી વધુ મચ્છું-2 ડેમમાં 1638 મી.ક્યૂસેક પાણી છે.
મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ જોઈએ તો મચ્છું 1 ડેમ 49.02 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 546 મી.ક્યૂસેક એટલે કે 21.70 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મચ્છું-2 ડેમ 58.01 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 1615 મી.ક્યૂસેક એટલે કે 24.20 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમી-1 ડેમ 24.77 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 251 મી.ક્યૂસેક એટલે કે 12.40 ફૂટ પાણીનો જથ્થો છે. ડેમી-2 ડેમ 36.35 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 219 મી.ક્યૂબ એટલે કે 10.10 ફૂટ પાણીનો જથ્થો છે.
મોરબીના 10 ડેમોમાં 4073 મી.ક્યૂસેક પાણીનો જથ્થો ઉપલબ્ધ - મચ્છું-3 ડેમ
મોરબી જિલ્લામાં 10 ડેમોમાં હાલ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને ચોમાસુ પણ શરૂ થઇ ગયું છે. તો જિલ્લાની પાણી અંગેની સ્થિતિ ખૂબ સારી હોવાનું જણાઇ રહ્યું છે.
ઘોડાધ્રોઇ ડેમ 33.79 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 55 મી.કયૂબ એટલે કે 1.40 ફૂટ પાણીનો જથ્થો છે. બંગાવડી ડેમ 25.07 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 12 મી.ક્યૂબ એટલે કે 3.50 ફૂટ પાણીનો જથ્થો છે. બ્રાહ્મણી ડેમ 34.84 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 872 મી.ક્યૂબ એટલે કે 17.10 ફૂટ પાણીનો જથ્થો છે.
બ્રાહ્મણી-2 ડેમ 52.35 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 291 ફૂટ એટલે કે 10.10 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મચ્છું-3 ડેમ 35.63 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 191 મી.ક્યૂબ એટલે કે 15.30 ફૂટ પાણીનો જથ્થો છે. જ્યારે ડેમી-3 ડેમ 29.20 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 21 મી.ક્યૂબ એટલે કે 0.00 ફૂટ પાણીનો જથ્થો છે.