ગુજરાત

gujarat

ETV Bharat / state

નવલખી બંદરે માછીમારીના બહાને લોખંડનો ભંગાર ચોરવા આવેલા 4 ઝડપાયા - scrap

​​​​​​​મોરબીઃ માળીયાના નવલખી બંદર ખાતે રેલવેના લોખંડના ભંગારના જથ્થાને ચોરી કરવા આવેલા 4 ઇસમોને રેલવે ગેંગમેનની ટીમે ઝડપીને RPFને જાણ કરી હતી. જેને પગલે RPFની ટીમે સ્થળ પર દોડી જઈને આરોપીની અટકાયત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

fishing

By

Published : May 12, 2019, 8:47 AM IST

મળતી માહિતી મુજબ, નવલખી પોર્ટ નજીક દરિયામાં માછીમારી કરવા આવેલા જુમ્માંવાડી અને બોડકીના રહેવાસી ઓવેશ હુશૈન અબ્દુલ ટાંક, રફીક કરીમ પરાર, જુનશ હુશૈન ટાંક અને અસગર જુશબ પરારએ 4 ઈસમો માછીમારીના બહાને નવલખી પોર્ટ વિસ્તારમાં ઘુસ્યા હતા. જ્યાં રેલવે યાર્ડમાં લોખંડનો ભંગાર પડ્યો હતો. આ ભંગારમાંથી 600 કિલો જેટલો લોખંડ ભંગાર બોટમાં નાખી ચોરી કરી ભાગવા જતા હતા.

જો કે, સ્થળ પર હાજર રેલવે ગેંગમેનની ટીમ તેમને જોઈ જતા આરોપીને રોકી રાખીને તુરંત RPFની ટીમને જાણ કરવામાં આવી હતી. RPFના PSI ડી. કે. ડામોર, રણજીતસિંહ કાસેલા, અશોકભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આરોપીને ઝડપી લઈને લોખંડનો ચોરી કરેલ ભંગાર કબજે લેવામાં આવ્યો છે.

રેલવેનો લોખંડનો ભંગાર
માછીમારીના બહાને લોખંડનો ભંગાર ચોરવા આવેલ આરોપી

ABOUT THE AUTHOR

...view details