ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં એક જ પરિવારના 4 લોકો કોરોના પોઝિટિવ, કુલ 24 લોકો સંક્રમિત - Morbi District Corona positive

મોરબી જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધતું જાય છે ત્યારે રવિવારે વાંકાનેરના કડિયાવાસમાં એક પરિવારના ૪ લોકો સંક્રમિત થયા હોવાની વિગતો સામે આવતા તંત્ર દોડતું થયું હતું અને પાલિકા દ્વારા વિસ્તારમાં સેનેટાઇઝેશન હાથ ધરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં એક જ પરિવારના 4 લોકો કોરોના પોઝિટિવ, કુલ 24 લોકો સંક્રમિત
મોરબી જિલ્લામાં એક જ પરિવારના 4 લોકો કોરોના પોઝિટિવ, કુલ 24 લોકો સંક્રમિત

By

Published : Jun 28, 2020, 6:06 PM IST

મોરબી: શનિવારે મોરબી જિલ્લામાં એકસાથે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે પછી બીજા દિવસે રવિવારે વાંકાનેરના કડિયાવાસમાં શનિવારે લેવાયેલા ટેસ્ટ સેમ્પલમાંથી ફરી ચાર સંક્રમિત વ્યક્તિઓ મળી આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 24 લોકો કોરોનાથી સંક્રમિત છે.

આ ચારેય વ્યક્તિઓ એક જ પરિવારના સભ્યો છે. જેમાં 40 વર્ષના પુરુષ, 35 વર્ષના મહિલા અને તેમની 14 વર્ષની અને 7 વર્ષની એમ બે બાળકીઓનો સમાવેશ થાય છે. આ દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

આમ સતત બે દિવસથી કોરોના પોઝિટિવ કેસ સામે આવતા પાલિકાની ટીમ દ્વારા સંક્રમણ અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે કડિયાવાસ વિસ્તારમાં સેનેટાઇઝેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details