મોરબી: વઘાસીયા નજીક સરકારી ટોલનાકાની બાજુમાં સિરામિક ફેક્ટરીમાંથી બારોબાર રસ્તો કાઢી ડુપ્લીકેટ ટોલનાકું પ્રકરણમાં અંતે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Fake Toll Plaza Updates: વાંકાનેર ડુપ્લીકેટ ટોલનાકા કેસમાં ઝડપાયેલા બે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર - Fake Toll Plaza
મોરબીમાં વાંકાનેર ડુપ્લીકેટ ટોલનાકા કેસમાં ઝડપાયેલા બે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
Published : Jan 1, 2024, 6:35 PM IST
બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના વઘાસિયા ટોલનાકા નજીક આવેલ બંધ પડેલી વ્હાઈટ હાઉસ નામની સિરામિક ફેકટરીમાંથી બારોબાર વાહનો પસાર કરાવી ટોલનાકાની જેમ ટોલ વસુલવા પ્રકરણમાં ફેકટરી માલિક અને સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ગુનામાં આરોપીઓ પોલીસ ધરપકડ ન થતા અનેક આક્ષેપો થયા હતા. પોલીસે આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાને ઝડપી લીધા હતા. આ બન્ને આરોપીઓને વાંકાનેર પોલીસે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન નકલી ટોલનાકુ કેટલા સમયથી ચાલતું અને કુલ કેટલી રકમનો સરકારને નુકસાન થયું છે. નકલી ટોલનાકા કોઈ બીજાનાં સડવોણી છે કે કેમ તેમજ તેઓ ક્યાં નાસ્તા ફરતા હતા તેવુ વાંકાનેર સીટી પી.આઈ. પી.ડી.સોલંકીએ જણાવ્યું હતું.