ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું

મોરબીમાં એક જ દિવસમાં ત્રણ પોઝિટિવ કેસ અને છેલ્લા ત્રણ દિવસમાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જ મોરબી જિલ્લામાં કુલ કેસનો આંક 11 પર પહોંચ્યો અને એક દર્દીનું મૃત્યુ થયું છે. જેથી આરોગ્ય તંત્રમાં દોડતું થયું છે.

મોરબી
મોરબી

By

Published : Jun 18, 2020, 1:33 PM IST

મોરબીઃ જિલ્લામાં મે મહિના સુધી કોરોના કહેર ખાસ જોવા મળ્યો નહોતો. પ્રથમ ચાર પોઝિટિવ કેસના દર્દીઓ પણ સ્વસ્થ થઈને ડીસ્ચાર્જ પણ થઇ ચુક્યા હતા, ત્યારે હવે મોરબીમાં પણ કોરોના કહેર વર્તાઈ રહ્યો છે. 17 જૂને એક જ દિવસમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

મોરબી જિલ્લામાં વધુ 3 કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું

હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા સોની દંપતીનું અમદાવાદમાં પણ મકાન છે. જ્યાં તેમનો દીકરો રહેતો હોવાથી આવન જાવન કરતા હોય છે. ગઈકાલે તે બંનેના સેમ્પલ લેવાયા હતા. જે પોઝિટિવ આવ્યા હતા ત્યારે તપાસ કરતાં આ દંપતીની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની હોવાનું જાણવા મળ્યું હતું. હાલ, આ દંપતી અમદાવાદ પોતાના ઘરે જ સારવાર લઇ રહ્યા છે.

મોરબી જિલ્લામાં વધુ 3 કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું

આ ઉપરાંત હળવદના દંપતી અને વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા વૃદ્ધનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી જિલ્લા આરોગ્ય તંત્ર સંતર્ક થયું છે.

નોંધનીય છે કે, મોરબીમાં એક જ દિવસમાં ત્રણ પોઝિટિવ કેસ અને છેલ્લા ત્રણ દિવસમાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જ મોરબી જિલ્લામાં કુલ કેસનો આંક 11 પર પહોંચ્યો છે. જેમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. જયારે ચાર દર્દીની તબિયત સારી થતાં તેમને હૉસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા છે. હાલ, જિલ્લામાં કુલ છ કેસ એક્ટીવ છે.

ABOUT THE AUTHOR

...view details