મોરબીમાં 18 દિવસમાં કુલ 228 કુતરા કરડવાના નોંધાયા કેસ - MORBI
મોરબીઃ મોરબીમાં કુલ 228 કુતરા કરડવાના કેસો નોંધાયા છે જેમાં 58 બાળકો, યુવાનો અને મહિલા સહિતનાઓને હડકાયા કુતરા કરડયા છે, જયારે 172 અન્ય નાગરિકો કુતરા કરડવાનો ભોગ બન્યા છે.
મે મહિનાના પ્રારંભથી ચાલુ માસ સુધીમાં મોરબીમાં કુતરાઓએ અનેક નિર્દોષ નાગરિકોને બચકા ભર્યા છે, જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો 1 મે થી 18 દિવસના ગાળામાં જ કુલ 228 કુતરા કરડવાના કેસો નોંધાયા છે. જેમાં 58 બાળકો, યુવાનો અને મહિલા સહિતનાઓને હડકાયા કુતરા કરડયા છે જયારે 170 અન્ય નાગરિકો કુતરા કરડવાનો ભોગ બન્યા છે ,જેમાં ગઈકાલે વધુ પાંચ લોકો હડકાયા કુતરાના આતંકનો ભોગ બન્યા હતા, જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તો કુતરાના આતંકના મસમોટા આકડા સરકારી ચોપડે નોંધાયેલા છે ,પરંતુ હોસ્પીટલે ન આવેલા કે ન નોંધાયેલા આકડા તો વધારાના ગણવાના જ તેમજ મોરબી પંથકમાં શ્વાનોનો આતંક હદ પાર વધી ગયો છે પરંતુ તંત્ર નાગરિકોને શ્વાનોના આતંકથી બચાવવા સક્ષમ ના હોય તેમ લાગી રહ્યું છે.