મોરબી જિલ્લા પોલીસની સૂચનાથી મોરબી શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના વિજયનગર સોસાયટીની ચોરીમાં સંડોવાયેલ ઇસમ કેનાલ ચોકડી પાસેથી પસાર થવાનો હોય જે બાતમીને આધારે વોચ ગોઠવી સરદાર કરમશી મીનાવાને ઝડપી સઘન પૂછપરછ કરતા માલૂમ પડ્યું કે, તેના સાથીદારો સાથે મળીને આ ચોરી કરી હોવાની કબુલ કર્યું છે, જે બાદ કાયદેસરની કાર્યવાહી આગળ ચાલી રહી છે. જેમાં આ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.
મોરબીમાં ઘરફોડ ચોરી અને સ્કોર્પીયો ચોરી કરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા - pi
મોરબીઃ શહેરના વિજ્યનગરમાં પરિવાર અગાસી પર સુતો હતો, ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવી રોકડ તેમજ દાગીનાની ચોરી કરી હોય જે ફરિયાદ બાદ એ ડીવીઝન પોલીસે સઘન તપાસ ચલાવી ચોરી કરતી ગેંગના એક ઈસમને ઝડપી પાડ્યો છે. જયારે અન્ય બનાવમાં સ્કોર્પીયો ચોરીના ગુનામાં પોલીસે એક આરોપીની અટકાયત કરી છે
mrb
જયારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન સ્કોર્પીઓ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અવની ચોકડી પાસેથી પસાર થવાનો છે, તેવી બાતમી મળી જેના આધારે વોચ ગોઠવીને આરોપી આસુરમ બેનીવાલને ઝડપી પૂછપરછ કરતા સ્કોર્પીયો ચોરીની કબુલાત આપી છે.