ગુજરાત

gujarat

By

Published : Jun 11, 2021, 1:00 PM IST

ETV Bharat / state

હળવદના મોરબી ચોકડી પાસે કારખાનામાં જુગાર રમતા 10 ઝડ્પાયા

હળવદની મોરબી ચોકડી પાસે બેવરેજિસ કારખાનામાં LCB ટીમે દરોડા પાડ્યા હતા. જુગાર (Glambling) રમતા 10 પત્તાપ્રેમીઓને ઝડપી લઇને 2 લાખથી વધુની રોકડ રકમ, 10 મોબાઈલ અને 5 મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 3.33 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

કારખાનામાં જુગાર રમતા 10 ઝડ્પાયા
કારખાનામાં જુગાર રમતા 10 ઝડ્પાયા

  • બેવરેજીસ કારખાનામાં જુગારની બાતમી મળતા દરોડો પાડ્યો
  • મોરબી LCBએ 10 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા
  • પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી :LCB ટીમે હળવદની મોરબી ચોકડી પાસે ભારત પેટ્રોલપંપની પાછળ આવેલા બેવરેજીસ કારખાનામાં જુગાર(Glambling)ની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર(Glambling) રમતા અશ્વિન ઈશ્વર કણઝારીયા, જગદીશ અવચર ઓડિયા, દેવજી કેશવજી અઘારા, હિતેશ ગણેશ પારેજીયા, દેવજી કાળુ ગોરિયા, યશવંત કાનજીપારેજીયા, પ્રવિણ ધનજી ગોદાવરીયા, બળદેવ ભીખા કણઝારીયા, યોગેશ વાલજી સોનગ્રા અને ચંદુલાલ ધરમશી પંચાસરા એમ 10 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. રોકડ રકમ રૂપિયા 2,01,000 અને 10 મોબાઈલ કિંમત રૂપિયા 32,000 અને 5 મોટરસાયકલ કિંમત રૂપિયા 1 લાખ મળીને કુલ રૂપિયા 3,33,000નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : વિસનગરમાં ઉમિયા ફાઇનાન્સ કંપનીમાં પોલીસના દરોડા, જુગાર રમતા 8 નબીરા ઝડપાયા

પ્રોહિબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલા કરી

મોરબી LCB ટીમે કારખાનામાં દરોડો કરીને જુગાર(Glambling) રમતા શખ્સોને ઝડપી લીધા હતા. કારખાનામાં વધુ તપાસ કરતા 14 બોટલ ઈંગ્લિશ દારૂની મળી આવી હતી. જેથી પોલીસે 4,200નો દારૂ જપ્ત કરીને પ્રોહિબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details