મોરબી: હળવદના શાસ્ત્રી લક્ષ્મીનારાયણ ગુરૂ લક્ષ્મી પ્રસાદ દાસ ઉર્ફે લલીતભાઈ મકનભાઈ પટેલ સંસ્થાપક એસ.એસ.સંકુલ ચરાડવા ગુરૂકુળ દ્વારા શાળાની ઓફિસમાં ચોરી થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મોરબીના ગુરૂકુળમાં 1.11 લાખની ચોરી, દ્રશ્યો CCTVમાં કેદ - હળવદના તાજા સમાચાર
હળવદના શૈક્ષણિક સંકુલમાં 4 તસ્કરોએ હાથ ફેરો કરીને શાળાની ઓફિસમાંથી રોકડા 1.11 લાખની ચોરી કરી છે. જેથી સંકુલ દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુરૂકુળમાં 1.11 લાખની ચોરી, દ્રશ્યો CCTVમાં કેદ
પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, 22 જાન્યુઆરી 12:30થી 2 વાગ્યા દરમિયાન અજાણ્યા 4 ઇસમોએ ચરાડવા એસ.એસ.સંકુલના સ્કૂલ વિભાગમાં બાથરૂમના દરવાજાનું હેન્ડલ તોડી અંદર પ્રવેશ કરી રૂપિયા 1,11,000ની ચોરી કરી છે. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. જેથી હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.