મહેસાણાઃ કોરોના વાઇરસનો કહેર સમગ્ર દેશમાં વર્તાઈ રહ્યો છે, ત્યાં સરકારે લોકડાઉન જાહેર કર્યુ છે. જેથી સૌ કોઈને ઘરમાં રહેવાની સૌ કોઈને ફરજ પડી છે, ત્યારે આ સમયનો સદપયોગ થાય તે માટે ઓનલાઈન યોગ શિક્ષક નીરજા શુક્લાએ ઓનલાઈન યોગ શીખવવાની પહેલ કરી છે.
સ્વાસ્થ્યની જાળવણી માટે યોગ સાયન્સ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જી..હા... યોગ એ આત્માનું પરમાત્મા સાથેનું મિલન કરાવી શકે છે અને યોગ શરીરની રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરતા માનસિક તણાવ દૂર કરવા સહિત સ્વસ્થ સ્વાસ્થ્યની ચાવી છે.
યોગ વિજ્ઞાનમાં જનહિત માટે યોગ શિક્ષક નીરજા શુક્લાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર રોજે રોજ પોતાના યોગ થેરાપીના વીડિયોનું લાઈવ પ્રસારણ કરી વિવિધ યોગ શીખવી રહ્યા છે.
યોગથી કોરોના સહિતની બીમારી સામે મેળવી શકો છો રક્ષણ : નીરજા શુક્લા યોગ શિક્ષકના મુજબ, વિવિધ યોગ કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો, વધી ગયેલા શરીરીના વજનમાં ઘટાડો, માનસિક તણાવ દૂર થવો અને શ્રીરીના અવયવોનો સ્વસ્થ રીતે વિકાસ થવો જેવા પ્રકારના અનેક ફાયદા થાય છે. જ્યારે હાલમાં નિયમિત યોગ કરવાથી કોરોના વાઇરસ જેવી ગંભીર બીમારીથી પણ રક્ષણ મેળવી શકાય છે.
યોગથી કોરોના સહિતની બીમારી સામે મેળવી શકો છો રક્ષણ : નીરજા શુક્લા નીરજાએ સોશિયલ મીડિયા દ્વારા સોમવારથી શુક્રવાર સવારે 7.30 અને શનિવાર રવિવારે સવારે 6.30ના સમયે લાઈવ યોગનું માર્ગદર્શન આપી લોકોને મોટી સંખ્યામાં યોગા શીખવાડી રહ્યાં છે.