મહેસાણાઃ હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહમારીને પગલે સરકાર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, ત્યારે વિજાપુર તાલુકાના વડાસણ ગામે રહેતા રાજપૂત પરિવારની દીકરીના લગ્ન લીધેલા હોઈ લોકડાઉનમાં તંત્ર દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવતા માત્ર 30 લોકોની સંખ્યામાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકડાઉનઃ વડાસણમાં તંત્રની પૂર્વ મંજૂરીથી નિયમ અનુસાર લગ્ન પ્રસંગ યોજાયો
લોકડાઉનને લઈને સામજિક ધાર્મિક પ્રસંગો સ્થગિત થયા હતા. જોકે સરકાર દ્વારા આપવામાં આવેલી નિયમોનુસાર છૂટછાટને પગલે વિજાપુર તાલુકાના વડાસણ ગામે એક રાજપૂત પરિવારમાં પણ મર્યાદિત સંખ્યામાં સામજિક અંતર જાળવી માસ્ક પહેરી લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો છે.
વડાસણમાં તંત્રની પૂર્વ મંજૂરીથી નિયમોનુસાર લગ્ન પ્રસંગ યોજાયો
જેમાં વર-કન્યા સહિત ઉપસ્થિત લોકોએ લગ્ન પ્રસંગમાં સામજિક અંતર જળવાય અને તમામ લોકો સલામત રહે તે માટે માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કર્યો હતો. આમ નિયમોનું પાલન કરી તંત્રની પૂર્વ મંજૂરીથી રાજ્યમાં લગ્ન પ્રસંગો પણ હવે શક્ય બન્યા છે, જેથી સામાજિક દ્રષ્ટિએ સરકારનો અભિગમ નાગરિકો માટે ખૂબ અસરકારક નીવડ્યો છે.