ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ દર્શાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું - વિસનગર

સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોનો સથવારો લઈ કોંગ્રેસ દ્વારા સરકાર સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. વિસનગર કોંગ્રેસ દ્વારા મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપી પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સહિત પ્રજાના પ્રશ્નોને વાચા આપી સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Visnagar
વિસનગર કોંગ્રેસ

By

Published : Jun 26, 2020, 2:11 PM IST

મહેસાણા : વિસનગર કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા બેનરો અને સૂત્રોચાર સાથે મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સરકાર સામે કટાક્ષ કરતા સરકાર જનહિતના મુદ્દે નિષ્ફળ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

વિસનગર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ સાથે પ્રજાહિતના પ્રશ્ને સરકાર સામે વિરોધ દર્શાવી આવેદનપત્ર અપાયું

તાજેતરમાં વધેલા પેટ્રોલ ડીઝલના ભાવ , ગરીબ મધ્યમવર્ગી લોકોને સહાય પેકેજ, આત્મનિર્ભર લોનમાં અરજદારને સર્જાતી આંટી ઘૂંટી દૂર કરવી , ખાનગી શાળામાં શિક્ષણ કાર્ય બંધ છતાં ફી ની વસૂલી અટકાવવી, તો વાઇરસના સંક્રમણને ધ્યાને રાખી ટયુશન કલાસીસો બંધ કરાવવા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details