વિસનગર શહેરમાં નવીન ST બસ પોર્ટ નિર્માણ પામ્યું છે. જ્યાં ST તંત્ર દ્વારા બસ પોર્ટની સુરક્ષાને ધ્યાને રાખી ચારે તરફે સુરક્ષા દિવાલ બનાવાઈ રહી છે. જોકે આ સુરક્ષા દિવાલમાં રસ્તો રાખવા જુના એસટી માર્ગના રસ્તા પર આવેલી દુકાનના વેપારીઓ માંગ કરી રહ્યા છે. જેઓની લેખિત માંગણીને તંત્ર દ્વારા નજરઅંદાજ કરી સુરક્ષા દિવાલ બનાવી દેવાનું કામ શરૂ કરાતા વિસનગર વેપારી મંડળ અને રીક્ષા એસોસિએશન દ્વારા ST તંત્ર સામે સુત્રોચાર કરી વિરોધ નોંધાવામાં આવ્યો છે.
વિસનગરમાં ST ડેપોની સુરક્ષા દિવાલને લઈ વેપારીઓનો વિરોધ - Gujarati News
મહેસાણાઃ રાજ્યમાં વિકાસ તેજ ગતિએ થઈ રહ્યો છે ત્યારે વિસનગર ST ડેપોની સુરક્ષા દિવાલને લઈ વેપારીઓમાં વિરોધ વ્યાપ્યો છે. વેપારીઓ દ્વારા રસ્તા પર બેસી ચક્કાજામ કરી વિરોધ નોંધાવામાં આવ્યો હતો.
વિસનગર ST ડેપોની સુરક્ષા દિવાલને લઈ વેપારીઓમાં વિરોધ વ્યાપ્યો
વેપારીઓ દ્વારા દિવાલ બનાવવાનું કામ અટકાવી દઈ રસ્તા પર ચક્કાજામ કરી દેવામાં આવતા ભારે ટ્રાફિક સર્જાયો હતો.ત્યાં દીવાલમાં રસ્તો કરવાની માંગને વિસનગર ST ડેપો મેનેજરે ઉપરી અધિકારીઓને મોકલી આપી ઉપરી વિભાગના આદેશ મુજબ વેપારીઓને સહકાર આપવા ખાત્રી આપી છે.જ્યારે વિસનગર પોલીસે મધ્યસ્થી કરી બંધ કરવામાં આવેલો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.