મહેસાણા : જિલ્લામાં લોકડાઉન વચ્ચે તંત્રની સ્થિતિ કપરી જોવા મળી રહી છે. જેમાં વિજાપુર ખાતે લોકડાઉનમાંથી કેટલીક બાબતે મુક્તિ માટે મામલતદાર દ્વારા પાસ આપવામાં આવતા હોય છે. જો કે, આ પાસના રિન્યુઅલ મામલે વિજાપુર મામલતદાર અને નાયબ મામલતદાર સાથે અરજદાર બે ઈસમોએ ઘર્ષણ સર્જી મામલતદાર સાથે ગેરવર્તણૂક કરી આવેશમાં આવી જઈ હુમલો કર્યો હતો.
વિજાપુર: મામલતદાર કચેરીમાં પાસ રિન્યુઅલ કરાવવા મામલે મામલતદાર સાથે મારપીટ - ભારત સમાચાર
વિજાપુર મામલતદાર કચેરીમાં પાસ રિન્યુઅલ કરાવવા મામલે મામલતદાર સાથે બે ઈસમોએ ઘર્ષણ સર્જી ગેરવર્તણૂક કરી મારામારી કરી હુમલો કર્યો હતો.
તે ઉપરાંત પાસ મેળવવા આવેલ ઇસમને તંત્ર દ્વારા પોતે કિટો વેચવા માંગેલ લિસ્ટ સરકારમાં મોકલવા માંગવામાં આવ્યું હતું. જો કે, મામલતદાર દ્વારા લિસ્ટ માંગવામાં આવતા અરજદારે નાયબ મામલતદાર સાથે ગાળાગાળી કરી લાફો માર્યો હતો. જે સમયે હાજર મામલતદાર દ્વારા ઉશ્કેરાયેલા બન્ને અરજદાર ઈસમોએ મામલતદારને પણ લાફો મારી હાથપાઈ કરી હુમલો કર્યો હતો. જો કે, સ્થળ પર ઉપસ્થિત લોકોએ આવેશમાં આવેલ હુમલાખોર ઇસમોની હાથપાઈથી મામલતદારને બચાવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો.
જે ઘટના અંગે વિજાપુર પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી જઈ વિજાપુર મામલતદાર સાથે બનેલી અશોભનીય ઘટના મામલે હુમલો કરતા બન્ને ઇસમો સાથે તેમના બચાવમાં આવેલ અન્ય એક શખ્સ સહિત 3 લોકોની સ્થળ પરથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મામલતદાર સાથે બનેલી આ ઘટના મામલે ફરિયાદ નોંધી આરોપી ઇસમો સૈયદ તાબિસ તલતમહેમુદ, સૈયદ મહમદતબરેઝ અને મહમદઉમેર પઠાણને જેલના સળિયા પાછળ ધકેલી મુક્યા છે.