મહેસાણા દેશ અને દુનિયાની નજરમાં વડનગર આજે ઐતિહાસિક નગરી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન તરીકે ઓળખાઇ રહી છે, ત્યારે સરકાર દ્વારા આ નગરને વિકાસ કરવા એક નવો ઉપયોગ આપવામાં આવ્યો છે. જેમાં જોવા લાયક સ્થળ તરીકે વડનગર રેલવે સ્ટેશનનો (Vadnagar Heritage Railway Station) આધુનિક પદ્ધતિથી વિકાસ કરવામાં આવે છે. આધુનિક સેવાઓ સાથે સજજ વડનગર રેલ્વે સ્ટેશન પર આજે એક પૌરાણિક ટી સ્ટોલ એ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આ ટી સ્ટોલ એ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમજ આ ર્ટી સ્ટોલ સાથે નરેન્દ્ર મોદીના બાળપણની કેટલીક યાદો જોડાયેલી છે. (vadnagar railway station history)
વડાપ્રધાન મોદીનો ટી સ્ટોલ મૂકાશે મ્યુઝિયમમાં - narendra modi tea stall
વડાપ્રધાન મોદી જે રેલવે સ્ટેશને બાળપણમાં (PM Modi Birthday) ચા વેચતા હતા, તે સ્થળ આજે પણ જીવંત છે. સરકાર દ્વારા PM મોદીના જન્મદિવસને લઈને ટી સ્ટોલ મ્યુઝિયમમાં મૂકવાના લઈને વાત સામે આવી રહી છે. તેમજ આ સ્થળ પર પર્યટકો ઘસારો વધતા સ્થાનિકોમાં હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. Tea Stall on PM Modi, Vadnagar Heritage Railway Station
PM મોદી પેસેન્જરને ખુશ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ (PM Modi Birth place) વડનગરમાં થયો હતો. તેમનું બાળપણ પણ ત્યાં જ રહ્યું હતું. એક સામાન્ય પરિવારમાંથી આવતા નરેન્દ્ર મોદીને શિક્ષણમાં ખૂબ રુચિ હતી. પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા તેમના પિતા રેલવે સ્ટેશન પર ચા નો વ્યવસાય કરતા હતા. તેથી પિતાને મદદરૂપ થવા બાળ નરેન્દ્ર મોદી શાળા કાર્ય પૂર્ણ કરી રેલવે સ્ટેશન પર આવી ચા ના સ્ટોર પર પિતાને મદદરૂપ થતાં હતા. વર્ષો પહેલાની આ વાતમાં મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદી વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચી આવનાર પેસેન્જરને ખુશ કરતા હતા. આજે આ રેલવે સ્ટેશન પર તેમની (Tea Stall on PM Modi) યાદરૂપી સ્ટોલ છે. તે જોવા લાયક સ્થળમાં સમાવેશ કરવામાં આવે છે.
ટી સ્ટોલને મ્યુઝિયમમાં મૂકાશે વડનગર રેલવે સ્ટેશન પરનો ટી સ્ટોલ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાળ જીવનની સંઘર્ષમય ગાથાને વર્ણવી રહે છે. અહીં આજે સરકાર દ્વારા ટી સ્ટોલને મ્યુઝિયમમાં મુકવા માટે વ્યવસ્થા કરાઇ રહી છે. તો બીજી તરફ વડનગર રેલવે સ્ટેશન પર આવતા લોકોને ટી સ્ટોલથી અને તેની જૂની યાદોથી રૂબરૂ કરવા પ્રતિકારાત્મક ટી સ્ટોલ મુકવામાં આવશે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાના ટી સ્ટોલની સમકક્ષ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત વડનગર રેલવે સ્ટેશન હેરિટેજ રેલવે સ્ટેશન હોવાની સાથે પર્યટકોનો ઘસારો જોતા સ્થાનિકોના ધંધા રોજગારમાં પ્રગતિ થવા પામી છે. જેને કારણે સ્થાનિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારનો આભાર માનતા ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. pm modi birth year, narendra modi tea stall