વડનગર પોલીસે શખ્સ પાસેથી મળી આવેલ સોનાની ચેન, એક્ટિવા સહિતના મુદ્દામાલની તપાસ કરી માલ ચોરી અને લૂંટનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં અજાણ્યા યુવકે અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેવાસી રાજેશ દશરથ ભોઈ હોવાનું સામે આવ્યું હતું. મહેસાણામાં એરોડ્રામ નજીક દ્વારકાપુરી ફ્લેટમાંથી એક્ટીવા ચોરી, મહેસાણા ગુજરાત હાઉસિંગ બોર્ડની મહિલાના સોનાના ચેનની તફડંચી, અમદાવાદના શાહવાડીથી બાઇકની ચોરી અને વસ્ત્રાપુર એસ.જી હાઇવે પરથી મોપેડની ચોરીનો ભેદ વડનગર પોલીસે ઉકેલ્યો હતો.
વડનગર પોલીસે વિવિધ ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો - ગુજરાતી ન્યૂઝ
મહેસાણાઃ વડનગર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વિસનગરથી આવતા અજાણ્યા શખ્સ પર શંકા જતા તેની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જે દરમિયાન શંકાસ્પદ શખ્સે પોતે લૂંટ, ચોરી અને ચેન સ્નેનિંગના ગુનામાં સંડોવાયેલ હોવાની કબૂલાત કરી હતી.
mahesana news
વડનગર પોલીસે એક શકમંદ શખ્સને ઝડપી મહેસાણા અને અમદાવાદના કુલ ચાર ગુનાનો ભેદ ઉકેલી ચોરી અને લૂંટનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે, પોલીસ તપાસમાં આરોપી ગુનાહિત કામ કેમ કરતો અને હજુ કેટલા ગુનામાં સંડોવાયેલો છે. તેની તપાસ હાથ ધરી છે.