ઉત્તરાર્ધ મહોત્સવ ને રાજ્યના મુખ્ય પ્રધાનના હસ્તે ઇ- માધ્યમથી ખુલ્લો મુકાયો
ગુર્જર સંસ્કૃતિ અને અસ્મિતા આજે અનેક ક્ષેત્રોનાં સર્વાંગી વિકાસના રથ ઉપર સવાર
વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા નું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ
મહેસાણા :રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનો ઇ-માધ્યમથી આરંભ કરી જણાવ્યું હતું કે, જેની સંસ્કૃતિમાં જ સૂર્ય વણાયેલો છે, તેવી ગુર્જર સંસ્કૃતિ અને અસ્મિતા આજે અનેક ક્ષેત્રોનાં સર્વાંગી વિકાસના રથ ઉપર સવાર થઈને સમગ્ર વિશ્વમાં વખણાય રહી છે.
દિલ્લી ખાતે પણ મોઢેરા સૂર્ય મંદિરની ઝાંખી રજૂ કરાઈ
ઉત્સવના માધ્યમથી લોકો આપણા ઐતિહાસિક વારસાથી વધુ નિકટ આવશે. તેઓ દૃઢ વિશ્વાસ વ્યક્ત કરી તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હીમાં આ વખતની પ્રજાસત્તાક પર્વની 26મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા નું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ- સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયમાં મોઢેરાના સૂર્ય મંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવશે.
મુખ્યપ્રધાને આ પ્રસંગે ઈ ઉદ્ઘાટન કરી મહોત્સવની વિશેષતાઓ રજૂ કરી
અંબાજી થી આસન સોલ અને દ્વારકાથી દિબ્રુગઢ સુધીના ભારતના બધા જ પ્રદેશો રાજ્યો એકબીજા સાથે સાંસ્કૃતિક ટાદાત્મ્યથી જોડાયેલા છે, એવું કહી મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, પશ્ચિમ ભારતના મોઢેરા સૂર્ય મંદિરના ઉત્તરાર્ધ ઉત્સવ જેમ જ પૂર્વમાં કોર્ણાક સૂર્યમંદિરમાં ડાન્સ ફેસ્ટિવલ યોજાઈ છે. શક્તિસ્વરૂપા આધ્યાશક્તિનો ઉત્સવ નવરાત્રી ગુજરાતની વૈશ્વિક પહેચાન છે. તો બંગાળનો દુર્ગાપૂજા શક્તિ-આરાધનાનો સમન્વયકારી ઉત્સવ છે. વસુદેવ કુટુંમ્બકમ એટલે કે સમગ્ર વિશ્વને પરિવાર માનતી આપણી આ સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ તો એક વિચારધારા છે. ભવ્ય પરંપરા છે. જેમાં સૌને સહ અસ્તિત્વ સ્વીકારાયું છે સહવીર્ય કરવા વહે નો શાશ્વત ભાવ છે. આ સાંસ્કૃતિક એકતાના માધ્યમથી જ ભારત આજે સૌના સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે જગતગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેવું પણ તેમણે ઉમેર્યું હતું. અનેકતામાં એકતા જ એ જ આપણી વિશેષતાને આ ઉત્સવ સાકાર કરી સૂર્ય શક્તિ ની જન જનમાં વિશ્વ બંધુત્વ સદભાવ સમભાવનો સાક્ષાત્કાર કરાવશે તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મોઢેરાના સૂર્ય મંદિરના નયનપ્રિય નજારાને 3.3 મિલિયન લોકોએ નિહાળ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરેલા વરસાદ દરમિયાન મોઢેરાના સૂર્ય મંદિરના નયનપ્રિય નજારાને 3.3 મિલિયન લોકોએ નિહાળ્યો હતો.રાજ્યના મુખ્યપ્રધાને કહ્યું હતું કે દરેક રાજવી વંશ તરફથી એકથી એક ચડિયાતા અજોડ અને બેજોડ સ્થાપત્ય શિલ્પકલાના ઉત્કૃષ્ટ સાજણા મળ્યા છે. મન્સૂર તળાવ, બિંદુ સરોવર,સહસ્ત્રલિંગ તળાવ, રુદ્રમહાલય જેવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો અને સ્થળોએ ગુજરાતના ઇતિહાસમાં આગવું સ્થાન મેળવ્યું છે સલ્તનત યુગમાં આપણને સરખેજ રોજા, જામા મસ્જિદ, ચાંપાનેરના અમૂલ્ય સ્થાપત્યો મળ્યાં છે સાથે કચ્છનું રણ. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા અને માંડવી હેમત પુર ચોરવાડનો સમુદ્રકિનારો સાસણના સિંહો, સોમનાથનું પ્રાચીન મંદિર વિવિધ શાખાઓનો લખલૂટ ખજાનો ગુજરાતમાં છે.
વિવિધ પ્રદેશના જાણીતા નૃત્યો યોજાયા
આ પ્રસંગે રમત ગમત અને યુવા- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પ્રધાન ઈશ્વરસિંહ પટેલે મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, મોઢેરા ખાતે યોજાઇ રહેલ ઉત્તરાર્ધ ઉત્સવમાં મણિપુરી નૃત્ય, ભારતના સૌથી પ્રાચીન નૃત્યુ શૈલી માનવામાં આવતી ઓડિસી નૃત્ય, કેરલ રાજ્યનું સુપ્રસિધ્ધ શાસ્ત્રીય નૃત્ય કથકલી અને દક્ષિણ ભારતના તામિલનાડુનું ભારતનાટ્યમ નામાંકિત કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ ધારાસભ્ય કરસનભાઈ સોલંકી, પૂર્વ ગૃહરાજ્યપ્રધાન રજનીભાઈ પટેલ, મહેસાણા કલેકટર એચ.કે પટેલ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા