શાસ્ત્રોક્ત વિધિ વિધાનો દ્વારા મળતી માહીતીપ્રમાણે ભક્ત પ્રહલાદને પોતાની જ ફઈએ ખોળામાં લઇ આસુરી શક્તિ બતાવી અગ્નિમાંજલાવવાનોપ્રયાસ કર્યો હતો અને જોનારા લોકોના પણ ચોકીગયા હતા. ત્યારે ઈશ્વરીય શક્તિ સામે અસુરીશક્તિનો પરાજય થતા ભક્ત પ્રહલાદ બચી જવા પામેલા અને રાક્ષસી વૃત્તિ ધરાવતી હોલિકાની પરાજય થઈ હતી.
જુઓ, વિસનગરના લાછડી ગામે હોળીની અનોખી પરંપરા
મહેસાણા: હોળી એ ધાર્મિક આસ્થા અને માન્યતા સાથે ઉજવાતો હિન્દૂ સંસ્કૃતિનો તહેવાર છે. જેની સાથે અનેક ધાર્મિક ગાથાઓ જોડાયેલી છે ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસની મશાલ કાયમ કરતા હોળીના આ પર્વ પર વિસનગર ખાતે આવેલા લાછડી ગામે અનોખી પરંપરા જોવા મળી રહી છે. જ્યાં આજે પણ હોળી પૂજન બાદ લોકો અંગારા પર ચાલે છે. આ પરંપરા 100 વર્ષ જૂની છે.
જે સમયથી ચાલી આવતી આ હોલિકા દહનનીપરંપરા આજે પણઉજવવામાં આવી રહી છે. જેને લઇનેવિસનગરના લાછડી ગામે લગભગ 100 વર્ષથી વધુ સમયથી ગામના વડવાઓ દ્વારા ગામના ચોરે હોળી પ્રગટાવી હોલિકા દહન અને પૂજન બાદઅંગારા જરતા હોય છે. તેમાં ચાલવાની પરંપરા સ્થાપવામાં આવીહતી.ત્યારથી જ ગામમાં નાનાથી લઈ મોટા લોકો જેમાં સ્ત્રીઓ હોય કે પુરુષો બધા જ લોકો પોતાના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અંગારા પર ચાલવાની પરંપરા નિભાવિ રહ્યા છે.
મહત્વનું છે કે આ પરંપરા પાછળ આજે ગામમાં કોઈ ચોક્કસ ઇતિહાસ નથી પુરવાર થઇ રહ્યો. પરંતુ અંગારા પર ચાલવાથી યુવાઓનેકોઈ પ્રકારે પગમાં નૂકસાન ન થતું હોવાનું અને ચમત્કારિક ઘટનામાં ઈશ્વરીય શક્તિનો સમન્વય હોવાનું માની રહ્યા છે