મહેસાણા: કડી શહેરમાં લોકોએ 10 દિવસ ભક્તિભાવ પૂર્વક દશામાંના પર્વની ઉજવણી કરી હતી. પરંતુ, જિલ્લા તંત્રએ જાહેરનામું બહાર પાડીને ગામના તળાવ કે કેનાલ અને નદીના પાણીમાં મૂર્તિઓના વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં પણ લોકોએ શુક્રવાર વહેલી સવારે છુપાઈને થોળ રોડ પર આવેલા તળાવનાની બહાર મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું.
મહેસાણાના કડીમાં તળાવની બહાર દશામાંની મૂર્તિઓનું દુર્દશાભર્યું વિસર્જન - Tragic dismantling of Dashama murti
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં છેલ્લા 10 દિવસથી ચાલતા દશામાંનુ વ્રત ગુરુવારના રોજ પૂર્ણ થયું હતું. લોકોએ 10 દિવસ ભક્તિભાવ પૂર્વક પર્વ ઉજવ્યું હતું. શ્રદ્ધાળુઓએ ઘરમાં જ માતાજીની પૂજા અર્ચના કરી હતી. કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને લીધે તંત્રએ જાહેરનામું બહાર પાડીને ગામના તળાવ કે કેનાલ અને નદીના પાણીમાં મૂર્તિઓના વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં પણ લોકોએ શુક્રવાર વહેલી સવારે છુપાઈને થોળ રોડ પર આવેલા તળાવનાની બહાર મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું.
મહેસાણાના કડીમાં તળાવની બહાર દશામાંની મૂર્તિઓનું દુર્દશાભર્યું વિસર્જન
કડીના થોળ રોડ પર સિંધવાઈ માતાજીના મંદિર નજીક આવેલા તળાવ બહાર લોકોએ મનફાવે તેમ માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરી દેતા ધર્મપ્રેમી જનતાની લાગણી દુભાઈ છે. જોકે, આ પ્રકારની તસ્વીર ચોક્કસ પણે તંત્રની બેજવાબદારીનું કારણ બની છે. 10 દિવસ સુધી ભક્તિભાવથી દેવીની પૂજા કરવામાં આવી હતી. તે પવિત્ર મૂર્તિઓને આમ તળાવની બહાર વિસર્જન કરી લોકોએ માતાજીનું અપમાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.