ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝા APMCની ચૂંટણીઃ ભાજપના જ બે જૂથ સામ-સામે - MSN

મહેસાણાઃ ઊંઝા APMCની આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. ધારાસભ્ય આશા પટેલે ભગવો ધારણ કર્યા બાદની પ્રથમ ચૂંટણીમાં તેમની પ્રતિષ્ઠાનો જંગ ખેલાઈ રહ્યો છે, કારણ કે તેમના આગમનના કારણે ભાજપમાં જ બે ભાગલા પડેલા છે.

GS

By

Published : Jun 9, 2019, 10:23 AM IST

Updated : Jun 9, 2019, 11:16 AM IST

ઊંઝા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિની ચૂંટણીમાં વહેલી સવારથી જ મતદાન માટે ખેડૂતો અને વેપારીઓની લાઈનો જોવા મળી હતી. APMCના 12 ડિરેક્ટરોને ચૂંટવા માટે આ ચૂંટણી યોજાઈ છે. અહીં 12 સભ્યો માટે 15 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સવારે 9 વાગ્યાથી ચૂંટણી શરૂ થઈ ગઈ છે, ત્યારે પ્રથમ એક કલાકમાં 17 ટકા મતદાન નોંધાયુ છે. ચૂંટણી અધિકારી પ્રતિક ઉપાધ્યાયની અધ્યક્ષતામાં મતદાન ચાલી રહ્યું છે. APMCના 313 ખેડૂત અઅને 1631 વેપારીઓ મતાધિકારનો ઉપયોગ કરશે.

ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ સામ-સામે
ચૂંટણીને પગલે પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. સાંજે 5 કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલનાર છે. અત્રે બેલેટ પેપરથી ગુપ્ત મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. આવતીકાલે આ બેલેટ પેપરની ગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે.

મહેસાણા નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલનો ગઢ છે, ઉપરાંત થોડા સમય પહેલા જ ઊંઝાના ધારાસભ્ય પક્ષપલ્ટો કરીને આવ્યા છે, ત્યારે ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં કોનું પલડુ ભારે રહેશે તે જોવું રહ્યું. ચૂંટણીમાં પૂર્વ ચેરમેન અને ધારાસભ્ય નારણ પટેલના પુત્રીની પેનલ સામે ધારાસભ્ય આશા પટેલના નજીક ગણાતા દિનેશ પટેલ અને શિવમ રાવલની પેનલ ચૂંટણી મેદાનમાં ઉતરી છે.

ઉલ્લેખનીય છે કે એશિયાની નામાંકિત જીરા-વરિયાળા અને ઈસબગુલ જેવી ખેત પેદાશોના વેપાર માટે મહત્વનું પીઠુ ગણાતી ઊંઝા APMCમાં મતદાન ચાલી રહ્યું છે, જ્યાં આવતીકાલે પરિણામ જાહેર આવશે.

Last Updated : Jun 9, 2019, 11:16 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details