- મહેસાણાના કડીમાં વધુ એક ઘરફોડની ઘટના, સ્થાનિકોમાં ભયનો માહોલ
- કડીમાં તસ્કરોનો તરખાટ યથાવત, પોલીસ તમાશો જોતી રહી
- રોજબરોજ બનતી ચોરીઓની ઘટનાથી સ્થાનિકોમાં ભય ફેલાયો
- વારંવાર ઘરફોડ ચોરાના કારણે પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલ
- કડીમાં પોલીસ નિંદ્રાધીન, વધુ એક ઘરફોડમાં રોકડ દાગીના ગયા
મહેસાણાઃ જિલ્લામાં આવેલા કડીમાં તસ્કરોનો ભારે તરખાટ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં પોસ્ટ ઓફિસના તાળા તૂટ્યા બાદ વધુ એક ચોરી થયાની ઘટના ગોપાલદાસજી મંદિરની ચાલીમાંથી સામે આવી છે, જેમાં અંદાજે રૂ. 1 લાખનો મુદ્દામાલની ચોરી થઈ હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે.
મહેસાણાના કડીમાં ગોપાલદાસજી મંદિરની ચાલીમાંથી રૂ. 1 લાખની ચોરી પરિવાર સામાજિક કામે બહારગામ ગયોને ઘરમાં ચોરી થઈ
કડી શહેરમાં દિનપ્રતિદિન ચોરીની ઘટનાઓ વધી રહી છે. જ્યાં વધુ અકેવાર ચોરોએ ચોરીને અંજામ આપવા શહેરના ગોપાલદાસજી મંદિરની ચાલીમાં આવેલા ભરતભાઇ સેંગલનો પરિવાર સામજિક કામે બહારગામ ગયો હતો. તેમના બંધ ઘરને નિશાન બનાવી દરવાજાના તાળાં તોડી ઘરમાંથી ચોરી કરવામાં આવી છે. પોતાના ઘરે પર આવતા ઘરનું તાળું તૂટેલું જોઈ તપાસ કરતા ઘરમાં રહેલા સોનાના દાગીના અને રોકડની તપાસ કરી હતી. આ તમામ થઈને અંદાજે રૂ. 1 લાખનો મુદ્દામાલ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આ બાબતે તેમણે પોલીસનો સંપર્ક કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે કડીમાં તસ્કરોનો તરખાટ ક્યારે અટકે છે અને આ તસ્કરો ક્યારે પકડાય છે તે જોવું રહ્યું.
મહેસાણાના કડીમાં ગોપાલદાસજી મંદિરની ચાલીમાંથી રૂ. 1 લાખની ચોરી