- વિસનગર તાલુકાના થુમથલ ગામમાં બંધ મકાનમાં 1.04 લાખ રૂપિયાની તસ્કરી
- સોના-ચાંદીના દાગીના અને સિક્કા મળી 1.04 લાખનો મુદ્દામાલ ચોરાયો
- વિસનગર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
આ પણ વાંચો-ખેડામાં પાર્ક કરેલી ઈકો કારની ઉઠાંતરી, CCTVના આધારે પોલીસે હાથ ધરી તપાસ
મહેસાણાઃ જિલ્લામાં તસ્કરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે વિસનગર તાલુકામાં આવેલા થુમથલ ગામમાં એક બંધ મકાનમાંથી તસ્કરોએ ચોરી કરી હતી. તસ્કરો બંધ મકાનમાંથી 1.04 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી જઈ ફરાર થયા હતા.
આ પણ વાંચો-મહારાષ્ટ્રમાંથી ચોરીનું છોટા હાથી લઈને વાપીમાં બાઇક અને ટાયર ચોરવા આવેલા 2 શખ્સોને SOGએ ઝડપ્યા
મકાનમાલિકે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
વિસનગર તાલુકાના થુમથલ ગામમાં રહેતા હરગોવાન પ્રજાપતિ મહેસાણા ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાત્રિના સમયે તસ્કરો ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો તિજોરીના દરવાજા તોડી સોના-ચાંદીના દાગીના અને સિક્કા મળી કુલ 1.04 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે, બીજા દિવસે મકાનમાલિકને આ અંગે જાણ થતાં તેણે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.