ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેરાલુમાં બે મકાનમાંથી અંદાજે 1 લાખના મુદ્દામાલની ચોરી, તસ્કરો ફરાર - gujaratinews

ખેરાલુ શહેરમાં આવેલા કાજીવડો અને હાટડીયા વિસ્તારમાં રાત્રીના અંધકાર અને વરસાદનો લાભ લઇ તસ્કરોએ બે બંધ મકાનોને નિશાને બનાવ્યા હતા. જેમાંથી એકના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે.

etv bharat
etv bharat

By

Published : Jul 7, 2020, 10:43 AM IST

મહેસાણા: ખેરાલુના કાજીવાડો વિસ્તારમાં આવેલ પોલાદી પરિવારના સભ્યો ઘરને તાળું મારી 7થી8 વર્ષથી સબંધીના ઘરે ગયા હતા. તે દરમિયાન પડોશીનો ફોન આવતા મકાનમાં ચોરી થઈ હોવાનું કહ્યું હતું. આ સમગ્ર બાબતોની પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી સોના ચાંદીના દાગીના સહિત 15 હજાર રોકડની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી.

મહેસાણાના ખેરાલુમાં બે મકાનમાંથી અંદાજે 1 લાખના મુદ્દામાલની ચોરી

લોકડાઉન બાદ ચોરનો પગપેસારો શરૂ થતાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો

  • કાજીવડો અને હાટડીયા વિસ્તારમાં રાત્રીના ચોરે અંધકાર અને વરસાદનો લાભ લીધો
  • તસ્કરોએ બે બંધ મકાનોને નિશાને બનાવ્યા
  • ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 15 હજાર રોકડની ચોરી કરી તસ્કરો ફરાર

બીજી તરફ હાટડીયા વિસ્તારમાં પણ પરિવારના બંધ મકાનમાં તસ્કરોએ ઘરફોડ ચોરી કરી ફરાર થયા હતા. મકાનમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને 25 હજારની રોકડની તસ્કરી કરી પલાયન થયા હોવાની હકીકત સમયે આવી હતી. જેને પગલે ખેરાલુ પોલીસે બન્ને પરિવારોની ફરિયાદ લઈ એક લાખથી વધુને મુદ્દામાલની તસ્કરી મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details