ખેરાલુ ખાતે આવેલા પૃથ્વી કોમ્પ્લેક્ષની એક દુકાનમાં HP ગેસની એજન્સી કાર્યરત છે. જ્યાં શુક્રવારની મોડી રાત્રે એક તસ્કરે ઓફિસનું તાળું તોડી ઓફિસમાં પડેલ રોકડ 47649 અને 10 સગડીની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ સવારે એજન્સીના સંચાલકોને થતાં ખેરાલુ પોલીસને ઘટનાની જાણ કરાઇ હતી.
ખેરાલુમાં તસ્કરોનો તરખરાટ, ગેસ એજન્સીની ઓફિસમાંથી 58 હજારની મત્તા ચોરાઈ - Gujarat'
મહેસાણાઃ જિલ્લાના ખેરાલું ખાતે એક દુકાનમાં HP ગેસની એજન્સીમાં તસ્કરોએ લૂંટ ચલાવી હતી. ઓફિસનું તાળું તોડી ઓફિસમાં પડેલી રોકડ 47649 રૂપિયા અને 10 સગડીની ચોરી કરી તસ્કર ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં સંચાલકે પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ કરી CCTV ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેરાલુમાં તસ્કરોનો તરખરાટ, ગેસ એજન્સીની ઓફિસ માંથી 58 હજારની મત્તા ચોરાઈ
પોલીસે ઘટનાસ્થળ પર તપાસ કરતાં CCTV ફૂટેજ આધારે એક તસ્કર રાત્રીના અંધારામાં દુકાનનું શટર તોડી સમગ્ર સમાન ચોરી કરી લઈ જતો કેમેરામાં કેદ થયો હતો. CCTV ફૂટેજ મેળવી ખેરાલુ પોલીસે એજન્સી સંચાલકની ફરિયાદ નોંધી હતી. જે બાદમાં આ કેસની જવાબદારી PSI આર. એન. પ્રસાદને સોંપવામાં આવી હતી. 10 સઘળી અને 48 હાજરની રોકડ મળી કુલ રૂપિયા 58649નો મુદ્દામાલની ચોરી મામલે PSI પ્રસાદે CCTV ફૂટેજ અને FSLની મદદ લઇ બનાવ અંગે ત્વરિત તપાસ શરૂ કરી છે.