ગુજરાત

gujarat

ETV Bharat / state

કડીમાં વ્યાજખોરોના ત્રાસથી રંગપુરડાના યુવાને કર્યો આપઘાત - અકસ્માત

એક તરફ ગુજરાત સરકારે વ્યાજખોરોને ડામવા માટે કડકમાં કડક કાયદા બનાવ્યા છે. તો બીજી તરફ આવા કાયદાનો ભય રાખ્યા વગર બેરોકટોક વ્યાજખોરો બેફામ બન્યા છે. કેટલીક વાર તો વ્યાજખોરોનો ત્રાસ એટલો વધી જાય છે કે સામે વાળો વ્યક્તિ આપઘાત કરી લે છે. આવી જ રીતે મહેસાણાના કડીમાં રંગપુરડાના યુવાને વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

કડીમાં વ્યાજખોરોના ત્રાસથી રંગપુરડાના યુવાને કર્યો આપઘાત
કડીમાં વ્યાજખોરોના ત્રાસથી રંગપુરડાના યુવાને કર્યો આપઘાત

By

Published : Dec 15, 2020, 12:38 PM IST

  • કડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ સંકેલી લેતાં પરિવારજનોમાં રોષ
  • ડમ્પર રાખી માટી કામનો વ્યવસાય કરતો યુવક ઘણા સમયથી ટેન્શનમાં રહેતો
  • આખરે વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી યુવકે ખેતરમાં જ ગળે ફાંસો ખાધો

મહેસાણાઃ કડી તાલુકાના રંગપુરડા ગામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી ખેતરમાં લીમડાના ઝાડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.કડી પોલીસે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ સંકેલી લેતા પરિવારજનો રોષે ભરાયા છે. રંગપુરડા ગામના રાકેશ કનુભાઈ પટેલ ડમ્પર રાખી માટી કામનો વ્યવસાય કરતાં ધંધામાં દેવું થયું હતું. છેલ્લા ઘણા સમયથી સતત ટેન્શનમાં રહેતા રાકેશભાઈએ ગત 3 ડિસેમ્બરે તેમના ખેતરમાં લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પોલીસે તપાસમાં ઢીલી નીતિ દાખવ્યાનો આરોપ..!
પરિવારે કડી પોલીસને જાણ કરતાં હે.કો. સંદિપભાઈએ મૃતદેહ કડી સરકારી હોસ્પિટલમાં પેનલ તબીબ મારફતે પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. મૃતકના ભાઈ સંજયભાઈ અને પત્ની સેજલ પટેલે રાકેશ પટેલને છેલ્લા ઘણા દિવસથી પૈસાની ઉઘરાણીના ફોન આવતા હતા. આથી વ્યાજખોરોની સતત ઉઘરાણીથી ત્રાસી ગયા હોવાનું જણાવ્યું હતું. તેમ છતા પોલીસે માત્ર અકસ્માત મોતની નોંધ કરી વ્યાજખોરોને છાવરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details