ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝામાં પાટીદાર સમાજની એકતાનો શંખનાદ - Patidar Sammelan

ખોડલધામ ખાતે પાટીદારોનું સંમેલનનું આયોજન કર્યું હતુ. મહેસાણા જિલ્લાને પાટીદારોનો ગઢ માનવામાં આવે છે. જ્યાં કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ ઘણું રહેલું છે. આ સંમેલન ગુજરાતના રાજકારણ સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલું છે. સૂત્રો આયોજકો અને સંસ્થના અગ્રણીઓએ સંમેલનમાં રાજકીય એજન્ડા ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ઊંઝામાં પાટીદાર સમાજની એકતાનો શંખનાદ
ઊંઝામાં પાટીદાર સમાજની એકતાનો શંખનાદ

By

Published : Jan 30, 2021, 9:58 PM IST

  • ઊંઝામાં પાટીદાર સંમેલનું આયોજન કરવામાં આવ્યું
  • ખોડલધામ ખાતે પાટીદારનું સંમેલનનું આયોજન
  • મહેસાણા જિલ્લાને પાટીદારોનો ગઢ
    ઊંઝામાં પાટીદાર સમાજની એકતાનો શંખનાદ

મહેસાણાઃ શહેરના ઊંઝામાં પાટીદારો દ્વારા પાટીદાર સંમેલનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સંમેલન ગુજરાતના રાજકારણ સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલું છે. સૂત્રો આયોજકો અને સંસ્થના અગ્રણીઓએ સંમેલનમાં રાજકીય એજન્ડા ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સંમેલનમાં dycm, મહેસાણા જિલ્લાના પાટીદાર ધારાસભ્યો અને સાંસદ સહિતના લોકો ગેરહાજર રહ્યા હતા. NCP પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી ઉપસ્થિત જયંત બોસ્કીએ સંમેલનમાં રાજકીય શૂર પુરાવ્યો હતો.

ઊંઝામાં પાટીદાર સમાજની એકતાનો શંખનાદઊંઝામાં પાટીદાર સમાજની એકતાનો શંખનાદ

પાટીદાર સંમેલનનું આયોજન કરાયું

ખોડલધામ ખાતે પાટીદારનું સંમેલનનું આયોજન કર્યું હતુ. મહેસાણા જિલ્લાને પાટીદારોનો ગઢ માનવામાં આવે છે. જ્યાં કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ ઘણું રહેલું છે. દેશ અને દુનિયામાં પોણા બે કરોડ પટીદારોની જન સંખ્યા છે. જેઓનું સામાજિક, ઉદ્યોગિક અનવ શૈક્ષક સહિતના ક્ષેત્રે યોગદાન રહેલું છે, ત્યારે આજે આ બેઠકમાં કાગવાડ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પહેલી વાર ઊંઝા ઉમિયા માતાજીના દર્શને આવી માતાજીના દર્શન કરી પ્રસાદ અર્પણ કર્યો હતો અને સમાજના વિકાસ માટે માતાજી પાસે આશીર્વાદ મેળવ્યા હતા.

ઊંઝામાં પાટીદાર સમાજની એકતાનો શંખનાદ

આ સંમેલન ધાર્મિક અને સામજિક છે. સમાજના યુવાનોએ રાજકારણમાં ભળવું જોઈએ: નરેશ પટેલ

ઊંઝા ખાતે પહેલી પ્રથમ વાર ઉમિયાધામ સંમેલનમાં ભાગ લેનારા ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલે ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરી આ સંમેલન વિશે જણાવતા આજે તેઓ પહેલીવાર અહીં આવી ખુશી અનુભવી રહ્યા છે સાથે જ સંમેલન કોઈ રાજકીય નથી પરંતુ રાજકીય ક્ષેત્રે સમાજના યુવાનોએ પ્રગતિ કરવી જોઈએ તેવું સ્પષ્ટ નિવેદન આપ્યું છે સાથે જ પાટીદાર સમાજ એક મંચ થાય જેથી ખેતી, સામજિક, યુવા વિકાસ, આરોગ્ય, શિક્ષણ સહિતના ક્ષેત્રે પ્રગતિ કરે તેવો આશ્રય હોવાનું વ્યક્ત કર્યું છે. આ બેઠક ચૂંટણી જાહેર થયા પહેલા નક્કી કરાઈ હતી માટે આમ કોઈ ચૂંટણી લક્ષી એજન્ડા છે જ નહીં અનવ સંસ્થાઓ સમાજ સાથે હોવાથી રાજકીય નહિ ઊંઝામાં નરેશ પટેલે માતાજીને 21 કિલો સુખડીનો પ્રસાદ અને સાડી અર્પણ કરી મહેસાણા ખાતે આવેલા કડવા પાટીદારીના કુળદેવી એવા ઉમિયા માતાજીના મંદિરે આજે તમામ પાટીદાર સમાજની એકતાનો શંખનાદ થયો હતો, ત્યારે સમાજના વિકાસના મુદ્દાઓને ધ્યાને લઇ લેવા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલે ઉમિયા માતાજીને 21 કિલો સુખડીનો પ્રસાદ અને સાડી અર્પણ કરી હતી.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંત બોસકીએ ભાજપ સરકાર પર નિશાન તાક્યું

ઊંઝા ઉમિયામતા સંસ્થાનના પ્રધાન દિલીપ ભાઈ પટેલે પણ સમાજના વિકાસ અને ધાર્મિક ઉદ્યોગિક, સામજિક અને શૈક્ષણિક સહિતના મુદ્દા પર સમાજની આ બેઠક હોવાનો શૂર પુરાવ્યો હતો. NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ સંમેલનમાં રાજકીય મુદ્દો છેડયો આજે સમગ્ર કડવા અને લેવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઊંઝામાં એકત્ર થયા છે. હવે કડવા લેવા પાટીદાર નહિ પરંતુ પોતે પણ ચરોતરના પટેલ હોવાથી અહીં દરેક પાટીદારો ભેગા થયા છીએ અને સમાજની એકતા થકી દરેક જ્ઞાતિ જાતિનો વિકાસ કરશું તેવું રાજકીય રૂપે નિવેદન આપતા આ પ્રસંગે NCP પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંત બોસકીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા BJP એ 22 વર્ષથી સત્તા પર હોવા છતાં ના માત્ર પાટીદાર પરંતુ અન્ય જ્ઞાતિના યુવાનોને બેરોજગાર રાખ્યા છે અને માત્ર શૈક્ષણિક સંસ્થાઓ જ બનાવી છે પણ નોકરીઓ નથી તેવા કટાક્ષ કર્યા છે.

ઊંઝામાં પાટીદારોનું સંમેલન

ઊંઝામાં પાટીદારોનું સંમેલન છતાં dycm, સ્થાનિક ધારાસભ્યો અને સાંસદ પાટીદાર હોવા છતાં ગેરહાજર મહેસાણા જિલ્લામાં આ એક ધાર્મિક અને સામજિક સંમેલન તરીકે દર્શાવાઇ રહ્યું છે જોકે આ સંમેલનમાં દરેક પાટીદાર નેતા અને પદાધિકારીને બોલાવ્યા હતા છતાં સ્થાનિક ધારાસભ્યો આશાબેન પટેલ , dycm નીતિન પટેલ, ઋષિકેશ પટેલ, અનવ સાંસદ શારદાબેન પટેલ સહિતના પાટીદારો ઉપસ્થિત રહ્યા નથી તો કોંગ્રેસ અને અન્ય પાર્ટીના નેતાઓ પૂર્વ ઉપસ્થિત રહ્યા છે જે ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિ ન જોડાયા હોવાનું સ્પષ્ટ કરી રહ્યું છે. જે કદાચ આ સંમેલન કોઈ એક સંઘઠન દ્વારા સમાજના વિકાસ સાથે રાજકીય રીતે પણ સંબંધિત હોવાનું સંકેત સેવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details