ગુજરાત

gujarat

ETV Bharat / state

દેદીયાસણ GIDC પાસેના તળાવમાંથી બે દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મળ્યો - GIDCનુ તળાવ

મહેસાણાઃ બે દિવસ થી ગુમ મહેસાણાના નાગલપુર વિસ્તારમાં રહેતા યુવકની મૃતદેહ મહેસાણા નજીક આવેલ દેદીયા સણ GIDCના તળાવમાંથી મળી આવી હતી. જેને જોતા સ્થાનિકોએ મહેસાણા તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે સ્થાનિકોની મદદ થી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

દેદીયાસણ GIDC પાસેના તળાવ માંથી બે દિવસથી ગુમ યુવકની લાશ મળી

By

Published : Sep 8, 2019, 3:09 PM IST

જેને ઓળખ કરી પોલીસે મૃતક યુવકના પરિવારને જાણ કરતા મૃતક યુવક શહેરના નાગલપુર વિસ્તારમાં રહેતો 28 વર્ષીય વિજય પટેલ હોવાનું સામે આવ્યું હતું.પોલીસે મૃતકના મૃતદેહનું પોસમોર્ટમ કરાવી પરિવારનું નિવેદન લેતા મૃતક વિજય કામે જવાનું કહી ઘર થી બહાર નીકળ્યો હતો. જે બે દિવસ થી ઘરે પરત ન ફર્યો હતો. જો કે, ઘટના સ્થળે પુત્રની મૃતદેહ જોયા બાદ વિજય તળાવ પાસે લઘુશંકાએ ગયો હોય અને પગ લપસ્તા તે પાણીમાં ડૂબી મૃત્યુ પામ્યો હોવાનું નિવેદન પોલીસને આપ્યું છે.

GIDCના તળાવમાંથી મળેલી વિજયની લાશને જોતા અને મૃતકના પિતાના નિવેદન આધારે પોલીસે હાલમાં જાણવા જોગ ફરિયાદ નોંધી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details