- મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં બટાકાનું મબલખ ઉત્પાદન
- વધુ ઉત્પાદન સામે ભાવ નીચા જોવા મળ્યા
- બટાકાના સારા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ
મહેસાણા: વિજાપુર તાલુકાને બટાકાના ઉત્પાદનનું પીઠું કહેવામાં આવે છે. અહીં શાકભાજીમાં વપરાતા બટાકાથી લઈને વેફર્સ અને ફાસ્ટફૂડના ઉપયોગમાં આવતા વિશેષ પ્રકારના બટાકાનું વાવેતર કરતા ખેડૂતો સારું ઉત્પાદન મેળવતા હોય છે. જોકે, આ વખતે ખેડૂતોને બટાકાનું દર વર્ષની સરખામણીએ વાવેતરમાં ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછું મળ્યું છે.
બટાકાના ઉત્પાદનનું હબ વિજાપુરમાં ખેડૂતોને ભાવ ન મળતા નિરાશ આ પણ વાંચો:બટાકા નગરી ડીસામાં બટાકાની પુષ્કળ આવક, કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણ ભરાયા
મહેસાણા જિલ્લામાં 8 હજાર હેકટરમાં બટાકાનું વાવેતર થતા ઉત્પાદન વધ્યું અને ભાવ ઘટ્યા
આ વખતે જિલ્લામાં 8 હજાર હેકટરમાં બટાકાનું વાવેતર થયું છે. જિલ્લામાં બટાકાનું ઉત્પાદન વધુ થયું છે. ત્યારે ખેડૂતો માટે 2,500 રૂપિયાના ખર્ચ સાથે બિયારણની વાવણી કર્યા બાદ બટાકાના ભાવ નીચા મળતા 20 હજારનું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને બટાકાના પાકને વેચવા જતા ગત વર્ષે પ્રતિ મણે 180થી 250 સુધીનો ભાવ મળ્યો હતો. ત્યારે આ વખતે માત્ર 80થી 150 સુધીનો ભાવ મળી રહ્યો છે. ત્યારે ભાવ ન મળતા બટાકાની ખેતી કરેલા ખેડૂતો નિરાશ બન્યા છે અને સરકાર પાસે યોગ્ય નિર્ણયની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:અરવલ્લી બન્યું પ્રોસેસિંગ બટાકા માટેનું હબ