- મોઢેરા સૂર્ય મંદિરે 21 માર્ચ થી ત્રણ દિવસ સુધી સૂર્યનું પહેલું કિરણ અવતરે છે.!
- કર્કવૃત પર આવેલા આ મંદિરમાં દર 6 માસે સૂર્યનુ પહેલું કિરણ અવતરે છે.
- 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે સર્જાય છે આ સંજોગ
મહેસાણાઃ જિલ્લામાં આવેલા સૂર્યમંદિરના માત્ર મહેસાણા પરંતુ એક ઇતિહાસિક ધરોહર તરીકે દેશનું ગૌરવ બનેલું છે, ત્યારે આ મંદિર ખાતે વર્ષમાં 6 માસના અંતરે એક ખાસ ખોગોળીય ઘટના જોવા મળે છે. જેમાં 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભ ગૃહમાં પડે છે અને આ અદ્ભુત નજારો સૂર્યમંદિરના ઇતિહાસ સાથે વણાયેલો છે.
લોકવાયકા મુજબ એક સૂર્યના કિરણથી સંપૂર્ણ મંદિર જગમગી ઉઠે છે
મહત્વનું છે કે, મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકી કાળમાં થયું હતું, ત્યારે મંદિરએ રીતે નિર્માણ કરાયું હતું કે, વહેલી સવારે સૂર્યોદય થતાંની સાથે જ સૂર્યનું પહેલું કિરણ મંદિરના પ્રથમ ભાગ એવા સૂર્યકુંડમાં અને બાદમાં સૂર્યકુંડના પાણીથી પરાવર્તિત થઈને સૂર્યમંદિરના ત્રીજા ભાગ એવા સૂર્યદેવતાની મૂર્તિ હતી તે ગર્ભગૃહમાં પડતું હતું. સૂર્યદેવતાની મૂર્તિના રત્નો પર પડતાં સૂર્યકિરણ ત્યાંથી સમગ્ર મંદિરમાં અનેક કિરણોમાં પરાવર્તિત થતું હતું. આમ સમગ્ર સૂર્યમંદિર સૂર્યના પહેલા કિરણથી ઝગમગી ઉઠતું હતું.
મોઢેરા સૂર્ય મંદિર ખાતે 21 માર્ચના દિવસે અવતરે છે સૂર્યનું પહેલું કિરણ આપણ વાંચોઃ મહેસાણા મોઢેરા સૂર્ય મંદિરથી ઉત્તરાર્ધ મહોત્સવ 2021નું જીવંત પ્રસારણ
1000 વર્ષ પૌરાણિક સૂર્યમંદિરના નિર્માણની અધભૂત વિષેશતા
સૂર્યમંદિરની સ્થાપના સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇ.સ.વી.સન 1026માં કરી હતી. આ મંદિર 3 ભાગોમાં જોડાયેલું છે. પ્રથમ રામકુંડ કહેવાય છે એ સૂર્યકુંડ છે. આ કુંડમાં લગભગ 108 જેટલા નાના મંદિરો જોવા મળે છે. મંદિરના મધ્યભાગે સભાખંડ કે, પ્રાર્થનાગૃહ કહી શકાય તેવી સંરચના છે. જે બાદ મુખ્યભાગમાં સૂર્યદેવતાનું મુખ્ય મંદિર આવેલ છે. આ મંદિર રેતાળ પથ્થરોથી બનેલું છે. આ મંદિરની ભૌમિતિક સંરચના ખૂબ સુંદર રીતે કરવામાં આવી હતી. જેના કારણે રાત અને દિવસ જે સમયે એકસરખા હોય છે, ત્યારે સૂર્યનું પહેલું કિરણ આજે પણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. આમ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે આવો નજારો માણી શકાય છે. સંપૂર્ણ મંદિરનું નિર્માણ ઈરાની શૈલીમાં કરવામાં આવ્યું છે. મંદિર સભા મંડપમાં કુલ 52 સ્તંભ છે.
આપણ વાચોઃ મોઢેરા સૂર્ય મંદિર અને રાણીની વાવ બંન્ને ઐતિહાસિક સ્મારકો 6 જુલાઈથી પ્રવાસીઓ માટે ખુલ્યા
શુ છે સૂર્યના પહેલા કિરણનું મોઢેરા સૂર્ય મંદિર ખાતે અગામનનું રહસ્ય..?
મોઢેરા સૂર્યમંદિરને પર્યટન સ્થળ તરીકે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે અહીં આવતા પર્યટકોને મંદિરના ઇતિહાસ થકી સંબંધિત બાબતોથી રૂબરૂ કરાવતા ટુરિસ્ટ ગાઈડ પોતાની આગવી સેવા આપી રહ્યા છે, ત્યારે ઈટીવી ભારત સાથે વાતચિત કરતા ગીરીશભાઈ અને વિપુલભાઈ રાવલે સૂર્ય મંદિરમાં દર 6 માસે બનતી આ ખગોળીય ઘટના બાબતે માહિતી આપતા મોઢેરાનું સૂર્ય મંદિર 1000 વર્ષ જેટલું પૌરાણિક છે. તે સમયે કોઈ વિજ્ઞાનિક સાધન સામગ્રી કે પદ્ધતિ ન હોવા છતાં આ મંદિર સૂર્યનું પહેલું કિરણ અહીં પડે તે રીતે કર્કવૃત પર નિર્માણ કરાયું છે એ મંદિર કર્કવૃત પર 23.35° અક્ષાંક પર નિર્માણ પામેલું છે.