ગુજરાત

gujarat

By

Published : Jul 22, 2019, 12:00 PM IST

ETV Bharat / state

હોમવર્ક ન લાવતા શિક્ષકે વિદ્યાર્થીઓને બંગડી પહેરાવી સજા આપી

મહેસાણા: ખેરાલુના ટીબલી વાસમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા નં. 3માં ધો.6માં ભણતા ત્રણ વિદ્યાર્થીઓ લેશન નહીં લાવતા વર્ગ શિક્ષકે આ વિદ્યાર્થીઓને બંગડી પહેરવાની સજા કરી હતી. જે બાદ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આવી વિચિત્ર સજાની વાલીઓએ ફરિયાદ કરતાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ ઘટના અંગે વાલીઓ સાથે બેઠક યોજી તપાસ હાથ ધરી છે.

હોમવર્ક ન લાવતા શિક્ષકે વિદ્યાર્થીઓને સજા આપી

મળતી માહીતી મુજબ ખેરાલુના ટીબલીવાસમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 3માં લેશન કરીને નહીં આવેલા ત્રણ વિદ્યાર્થીઓને બંગડી પહેરાવાની સજા કરતા ખળભળાટ મચી ગયો હતો. લેશન નહીં કરવાની સજામાં બંગડી પહેરાવામાં આવતાં આવા વિદ્યાર્થીઓએ શાળાએ ન જવાની હઠ કરી હતી. જે બાદ બાળકોના વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને રોષ દર્શાવ્યો હતો.

હોમવર્ક ન લાવતા શિક્ષકે વિદ્યાર્થીઓને સજા આપી

આ મામલે વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કલ્પનાબેન ચૌધરીને ફરિયાદ કરી હતી. કલ્પનાબેને વાલીઓ સાથે વાત કરીને મામલો શાંત પાડ્યો હતો અને વાલીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ખાતર આપી કે તેઓ તપાસ કરશે કે શાળામાં કોના દ્વારા શું સજા કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓને શાળામાં લેશન ન લાવવામાં બંગડી પહેરાવાની સજા કરતા વાલીઓએ શિક્ષક બદલવા માટે ઉગ્ર માંગ કરી હતી. .


આ અંગે ખેરાલુના પ્રાથમિક શિક્ષણાધિકારી કલ્પનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, શાળામાં લેશન બાબતે બાળકોને બંગડી પહેરાવાની સજા અંગેની વાત જાણમાં આવી હોવાનું જણાવી કહ્યું કે, આ અંગે વાલીઓની રજૂઆત મળતા શાળામાં જઇને વાલીઓ સાથે બેઠક કરી હતી.તેમણે વધુમાં રહ્યું કે હજુ બાળકોના નિવેદન મેળવી આગળની તપાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details