મહેસાણા તાલુકા પંચાયતની 2 બેઠકો પર જામ્યો ચૂંટણી જંગ - voting
મહેસાણાઃ તાલુકા પંચાયતની ખાલી પડેલી આંબલીયાસણ અને મૂલસણ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ છે. બેઠક પર સ્ત્રીઓ અને પુરૂષો મળી 14,112 મતદારોને મતાધિકાર મળેલો છે. જે આધારે આજે મતદારોએ મતદાન પ્રક્રિયામાં જોડાઈ મતદાન કર્યું છે. તો 23 જુલાઈના રોજ મતગણતરી કરી વિજેતા ઉમેદવાર જાહેર કરાશે.
મહેસાણા તાલુકા પંચાયતની ખાલી પડેલી બે બેઠકો પર મતદાન
મહેસાણા તાલુકા પંચાયતમાં હાલમાં કોંગ્રેસ શાસન સત્તા પર છે. ત્યારે કોંગ્રેસના શાસનમાં આ તાલુકા પંચાયતની કમિટી પર અનેક ચડાવ ઉતાર જોવા મળ્યા છે. ત્યારે તાલુકા પંચાયતની ખાલી પડેલી આંબલીયાસણ અને મૂલસણ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ છે. જેમાં આંબલીયાસણ બેઠક પર ભાજપના ભરત કાંતિ ઠાકોર અને કોંગ્રેસના જીતેન્દ્ર ગોવિંદ ઠાકોર તો મુલસણથી ભાજપના વનરાજ પીથું ચાવડા અને કોંગ્રેસ માંથી કશ્યા નથુ ચાવડા વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે.