ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો... મહેસાણા જિલ્લામાં સિંચાઈ યોજનાઓની સ્થિતિ, Etv Bharat નો વિશેષ અહેવાલ - HYC news

મહેસાણા જિલ્લામાં સિંચાઈ (Irrigation) ક્ષેત્રે થયેલી વ્યવસ્થાઓ અને વિકાસ મામલે Etv Bharat ની ટીમે તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તક નાની મોટી કુલ 9 સિંચાઈ યોજનાઓ છે. જેમાં જિલ્લામાં થોળ, નેદરડી અને ચંદ્રાસણ મોટી સિંચાઈ યોજના છે. જેમાં થોળમાં 600 હેક્ટર, નેદરડીમાં 165 હેક્ટર અને 230 મળી કુલ 995 હેક્ટર આલેખન વિસ્તાર છે. સિંચાઈ વિભાગને સિંચાઇના વિવિધ કામો માટે સરકાર દ્વારા બજેટ આપવામાં આવે છે. જેમાં વર્ષ 2019-2020 માટે કુલ 18 કામો મંજુર થયેલા છે. અહીંના ઇન્ચાર્જ અધિકારીને અહીં ફરજ પર જોડાયા ત્યારથી અત્યાર સુધી એક પણ ગેરરીતિ કે અયોગ્ય કામગીરીની ફરિયાદ મળેલી નથી.

Irrigation schemes
Irrigation schemes

By

Published : Jun 30, 2021, 7:32 PM IST

  • મહેસાણા જિલ્લામાં આવેલી સિંચાઈ યોજનાઓની શું છે સ્થિતિ ?
  • જિલ્લામાં કુલ 9 સિંચાઈ યોજનાઓ જિલ્લા પંચાયત હસ્તક છે
  • કુલ 3 મોટા તળાવો, 247 તળાવો, 73 ચેકડેમ, 57 પાતાળ કૂવાઓ આવેલા છે
  • જિલ્લામાં 3 મોટા તળાવોમાં કુલ 995 હેક્ટર આલેખન વિસ્તાર, જેમાં કુલ 388.69 મિલી. ઘનફૂટ સંગ્રહ શક્તિ

મહેસાણા : જિલ્લામાં સિંચાઈ (Irrigation) ક્ષેત્રે થયેલી વ્યવસ્થાઓ અને વિકાસ (Systems and development) મામલે Etv Bharat ની ટીમે તપાસ કરતા મહત્વની માહિતીઓ સામે આવી છે. જિલ્લામાં જિલ્લા પંચાયત (District Panchayat) હસ્તક નાની મોટી કુલ 9 સિંચાઈ (Irrigation) યોજનાઓ છે. જેમાં જિલ્લામાં થોળ, નેદરડી અને ચંદ્રાસણ મોટી સિંચાઈ (Irrigation) યોજના છે. જેમાં થોળમાં 600 હેક્ટર, નેદરડીમાં 165 હેક્ટર અને 230 મળી કુલ 995 હેક્ટર આલેખન વિસ્તાર છે. જ્યારે ત્રણેય તળાવો મળી કુલ 377.69 મિલિયન ઘન ફૂટ સંગ્રહ શક્તિ રહેલી છે. 690 હેક્ટર મહત્તમ સિંચાઈ (Irrigation) છે. તો સામે 2585 જેટલા લાભાર્થી ખેડૂતોની સંખ્યા રહેલી છે.

મહેસાણા જિલ્લામાં સિંચાઈ યોજનાઓની સ્થિતિ

આ પણ વાંચો : ભાવનગરમાં ભૂગર્ભ જળ સંગ્રહ માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ

જિલ્લામાં તળાવો, ચેકડેમ અને કુવાઓની શું છે સ્થિતિ ?

જિલ્લા પંચાયત (District Panchayat) હસ્તગત જિલ્લામાં કુલ 247 તળાવો આવેલા છે. જેમાં 741 મિલિયન ઘન ફૂટ સંગ્રહ શક્તિ છે. તો 2892 હેક્ટર સિંચાઈ વિસ્તાર છે. જેના થકી 1220 જેટલા લાભીત કૂવાઓ રહેલા છે. તો 1250 લાભાર્થી ખેડૂતો રહેલા છે. બીજી તરફ જિલ્લામાં કુલ 73 ચેકડેમો આવેલા છે. જેમાં 102 મિલિયન ઘનફૂટની ક્ષમતા રહેલી છે. જેમનો 783 હેક્ટર સિંચાઈ (Irrigation) વિસ્તાર રહેલો છે એ ચેકડેમો થકી 220 કુવાઓને સીધો લાભ મળી રહે છે. જિલ્લામાં 319માંથી 57 પાતાળ કૂવાઓ ટોકન ભાડે આપેલા છે. જે 610 હેક્ટર સિંચાઈ વિસ્તાર ધરાવે છે. જેના થકી 2650 લાભાર્થી ખેડૂતો સિંચાઈનો લાભ લઈ રહ્યા છે.

આ પણ વાંચો : સૌર ઊર્જા આધારિત વાહનોની આંતરિક પરિવહન યોજના માત્ર પ્રાયોગિક ધોરણે હતીઃ ઉર્જા પ્રધાન

જિલ્લામાં સિંચાઈ માટે જિલ્લા પંચાયતને ફાળવાય છે બજેટ

જિલ્લામાં સિંચાઈ (Irrigation) વિભાગને સિંચાઇના વિવિધ કામો માટે સરકાર દ્વારા બજેટ આપવામાં આવે છે. જેમાં વર્ષ 2019-2020 માટે કુલ 18 કામો મંજુર થયેલા છે. વર્ષ 2020-2021 માટે 2.16 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. તો અહીંના ઇન્ચાર્જ અધિકારી (Officer in charge) ને અહીં ફરજ પર જોડાયા ત્યારથી અત્યાર સુધી એક પણ ગેરરીતિ કે અયોગ્ય કામગીરીની ફરિયાદ મળેલી નથી.

ABOUT THE AUTHOR

...view details