ગુજરાત

gujarat

By

Published : Dec 5, 2020, 5:44 PM IST

ETV Bharat / state

ઊંઝામાં 40 પેઢીઓ અને ટ્રાન્સપોર્ટરોની કરચોરી પકડવા સ્ટેટ GST ટીમના દરોડા

મહેસાણાના ઊંઝામાં સ્ટેટ જીએસટીની ટીમે દરોડ પાડ્યા હતા. આ ટીમે 40 જેટલી પેઢી અને ટ્રાન્સપોર્ટરો સામે તપાસ હાથ ધરી હતી. ઊંઝા માર્કેટિંગ યાર્ડની એકસાથે 40 પેઢીઓ પર જીએસટીએ દરોડા પાડી તમામ પેઢીઓની ઊંઘ ઊડાડી દીધી છે.

ઊંઝામાં 40 પેઢીઓ અને ટ્રાન્સપોર્ટરોની કરચોરી પકડવા સ્ટેટ GST ટીમના દરોડા
ઊંઝામાં 40 પેઢીઓ અને ટ્રાન્સપોર્ટરોની કરચોરી પકડવા સ્ટેટ GST ટીમના દરોડા

  • ઊંઝામાં સ્ટેટ GST ટીમના દરોડા, 40 પેઢી અને ટ્રાન્સપોર્ટરો સામે તવાઈ
  • ઊંઝા માર્કેટયાર્ડમાં એક સાથે 40 પેઢીઓમાં જીએસટી વિભાગના દરોડા
  • 35થી વધુ ટ્રાન્સપોર્ટ અને વેપારી પેઢીઓમાં તપાસથી હડકંપ
  • GST ટીમે મોડી રાત સુધી કાર્યવાહી કરી, 2 દિવસ ચાલશે તપાસ
  • મોટી કરચોરી બહાર આવે તેવી જીએસટીની ટીમે સંભાવના વ્યક્ત કરી

મહેસાણાઃ સ્ટેટ જીએસટી વિભાગે શુક્રવારે ઊંઝા શહેરમાં ધામા નાખ્યા હતા. દિવાળી બાદ હાથ ધરેલા સૌથી મોટા ઓપરેશનમાં 35થી 40 ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને વેપારી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની તપાસ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. બીજી બાજુ દરોડાની વાત વાયુવેગે ઊંઝા શહેરમાં પ્રસરી જતાં વેપારી આલમમાં ભયનો માહોલ પ્રસર્યો હતા. જો કે, કેટલી કરચોરી પકડાઈ તે બાબતે અધિકારીઓ અત્યારે કંઈ પણ બોલવા તૈયાર નથી. તપાસ કાર્યવાહી હજુ બે દિવસ ચાલે તેવી શક્યતા સેવાઈ રહી છે.

કઈ પેઢી પાસેથી કેટલી કરચોરી ઝડપાઈ તે જાણી નથી શકાયું

​​​​​સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, શુક્રવારે ઊંઝા શહેરમાં 35થી 40 ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને વેપારી પેઢીઓ પર જીએસટી વિભાગની જૂદી જૂદી ટીમે એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં મોટા ભાગની ટ્રાન્સપોર્ટ કંપનીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. એક સાથે હાથ ધરેલી આટલી મોટી સંખ્યામાં રેડને લઈ જીએસટી વિભાગે મોડી રાત સુધી ફાઈલો તપાસી હતી. જો કે, કઈ પેઢી પાસેથી કેટલી કરચોરી પકડાઈ તે જાણી શકાયું નથી. બીજી બાજુ જીએસટીના દરોડાની વાત ફેલાઈ જતાં વેપારી આલમમાં દોડધામ મચી હતી. તો તપાસ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી માહિતી ગુપ્ત રાખવા તંત્રના અધિકારીઓએ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે ત્યારે ઊંઝામાં ચાલતા કરોડોના વેપારો અને મોટી પેઢીઓમાં થતા ગોટાળા બહાર લાવવામાં GSTની ટીમ કેટલી સફળતા મેળવે છે તે તો કાર્યવાહીના અંતે જ સામે આવી શકે તેમ છે.?

ABOUT THE AUTHOR

...view details