મહીસાગર જિલ્લામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખાનપુર તાલુકાના લીંબડીયા એપીએમસી પર ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવાનું સેન્ટર આપવામાં આવ્યું છે. લુણાવાડા ધારાસભ્ય જીજ્ઞેશ સેવક અને લુણાવાડા પ્રાંત અધિકારી બ્રિજેશ મોઢિયા, લીંબડીયા એપીએમસી ચેરમેન ભુલાભાઈ તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી યોજનાઓને કારણે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહ્યા છે. જેને લઈ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સેન્ટર પર 342 ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ખેડુતોને બજાર કરતા સારો ભાવ મળી રહ્યો છે.
મહીસાગરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી - મહેસાણામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી
મહેસાણા: લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક અને લુણાવાડા પ્રાંત અધિકારી બ્રિજેશ મોઢિયાની ઉપસ્થિતિમાં ખાનપુર તાલુકાના લીંબડીયા PMC ખાતે મગફળીની ખરીદીનો શુભારંભા કરવામાં આવ્યો હતો. જેને લઈ ખેડૂતમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેડૂતને મગફળીના બજાર કરતા સારા ભાવ મળતા ઉત્સાહભેર પોતાની મગફળી APMCમાં ટેકાના ભાવે આપી રહ્યા છે અને સરકારનો ખુબ ખુબ આભાર માની રહ્યા છે.
મહીસાગરના ખેડુતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો કર્યો શુભારંભ
બજારમાં 20 કિલો મગફળીનો ભાવ 700 થી 720 રૂપિયા છે. જ્યારે સરકારનો ટેકનો ભાવ 1018 રૂપિયા છે. આમ બજાર કરતા એપીએમસીમાં ટેકાના ભાવે મગફળી આપતા ખેડૂતને 20 કિલો મગફળી પર ત્રણસો રૂપિયા જેટલો ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતને કોઇપણ પ્રકારની તકલીફ પડ્યા વગર પોતાના પાકના સારા ભાવ મળતા ખેડૂત ખુશ છે અને સરકારની આ યોજનાના વખાણ કરી સરકારનો આભાર વ્યક્ત કરે છે.