મહેસાણા : રાજ્ય સરકાર અને કૃષિ સહાય કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ સાથે ગુરૂવારે વિસનગર APMC ખાતે વિજાપુર, મહેસાણા અને વિસનગર તાલુકાનો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને કિસાન પરિવહન યોજના અંતર્ગત સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડૂતોને પાક સંગ્રહ માટે સ્ટ્રક્ચર નિર્માણ અને પરિવહન માટે ટ્રાન્સપોર્ટ વાહન ખરીદી માટે સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઓનલાઈન સંબોધન કરી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા વિસનગર APMCમાં ખાસ કાર્યક્રમ યોજાયો - farmers of mehsana
વિસનગર APMC ખાતે મહેસાણા, વિજાપુર અને વિસનગર તાલુકાના ખેડૂતોના લાભાર્થે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઓનલાઈન સંબોધન કરી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા વિસનગર APMCમાં ખાસ કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે મહેસાણા જિલના વિજાપુર તાલુકામાં વીજળી પડતા મૃત્યુ પામેલ ખેડૂતોના પરિવારને 4-4 લાખના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.તો અનેક પ્રકારની સરકારની યોજનાઓનો લાભ લેવા પ્રેરણા આપતા રાજ્ય સભાના સાંસદ જુલગજી અને વિજાપુર , વિસનગરના ધારાસભ્યો સહિત જિલ્લાના અધિકારીઓ સંબોધન કર્યું હતું
TAGGED:
સાંસદ જુગલજી ઠાકોર