મહેસાણાઃ વિસનગરથી પરપ્રાંતિઓ પોતાના વતન જવા નીકળ્યા હતા. ઉ.ગુ.ની પહેલી ટ્રાન્સપોટેશન સેવા વિસનગરથી આપવામાં આવી હતી. મધ્યપ્રદેશના ભીંડી જિલ્લાના 73 અને મોરેના જિલ્લાના 30 લોકોને વતન મોકલવામાં આવ્યા હતા. વિસનગરથી સોશ્યિલ ડિસ્ટન્સ માટે 3 બસો મૂકી મુસાફરોને રવાના કરાયા હતા. એક પેસેન્જર દીઠ 2200 જેટલું ભાડું વસુલવામાં આવ્યું. વિસનગર થી 103 પરપ્રાંતિઓને મધ્યપ્રદેશ મંજૂરી સાથે મોકલવામાં આવ્યા હતા. તમામ મુસાફરોને સ્થાનિક તંત્ર દ્વારા ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
મહેસાણા જિલ્લામાં લોકડાઉન વચ્ચે વિસનગરથી પરપ્રાંતિઓને તેમના વતન જવા મંજૂરી સાથે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મધ્યપ્રદેશના ભીંડી અને મોરેના જિલ્લાના કુલ 103 મુસાફરોને 3 ખાનગી બસ દ્વારા તેમના વતન જવા માટે રવાના કરવામાં આવ્યા છે.