મહેસાણા જિલ્લામાં નશાનો વેપાર જાણે કે બંધ બારણે ફુલ્યો ફાલ્યો હોય તેમ છાશ વ્હારે નશીલા પ્રદાર્થો પોલીસને હાથે લાગી રહ્યા છે, ત્યારે જિલ્લામાં નશાના કારોબાર સામે લાલ આંખ કરતા મહેસાણા SOGની ટીમે મહેસાણા, વિસનગર, વિજાપુર બાદ કડીમાંથી વધુ એક ગાંજાના વેપારીનો ઝડપી પાડ્યો હતો. જેમાં કડી ખાતે રહેતા અજય ઉર્ફે ભોલો ઠાકોર નામનો શખ્સ પોતાના ઘરમાં ગાંજાનુ વેચાણ કરી વેપાર કરતો હોવાની માહિતી મહેસાણા SOGને મળી હતી.
કડીમાં SOGની ટીમે રેડ પાડી 2.4 કિલો ગાંજા સાથે આરોપીની અટકાયત કરી
મહેસાણાઃ જિલ્લાની SOGની ટીમે જિલ્લામાં ગાંજાના ગેરકાયદેસર વેપારને ડામવા તવાઇ મચાવી હતી. જેમાં આજે વધુ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં કડી ખાતે ગાંજાનો વેપારની માહિતી મળતા રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે રૂપિયા 24 હજારની કિંમતના 2.4 કિલો ગાંજા સાથે આરોપીની અટકાયત કરી હતી.
કડીમાં SOGની ટીમે રેડ પાડી 2.4 કિલો ગાંજા સાથે આરોપીની અટકાયત કરી
ઇન્ચાર્જ PI એમ.ડી.ચંપાવત પોતાના સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યા પર રેડ પાડતા 24080 ની કિંમતના 2.408 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે આરોપી અજય ઉર્ફે ભોલાને ઝડપી પાડી અને ગાંજો તોલમાપ કરવાના વજન કાંટા અને મોબાઈલ ફોન સહિત કુલ 25,080 રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. કડી પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ 1985 ની કલમ 8સી,20બી,29 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.