ગુજરાત

gujarat

ETV Bharat / state

શૈક્ષણિક નગરી વિસનગરની એમ.એન. કોલેજમાં સંજય રાવલનું પ્રેરણાત્મક પ્રવચન

શિક્ષણ એ જીવનના ઘડતરનો પાયો છે. અનુભવ એ વાસ્તવિત જીવનની રસધાર છે. વિદ્યાર્થીઓમાં સામાજિક સમરસતા અને ઉત્કર્ષ માટે શિક્ષણ નગરી વિસનગરના આંગણે ત્રણ દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતિમ અને સમાપનના દિવસે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે પોતાનું વક્તવ્ય આપી વિદ્યાર્થીઓમાં પ્રેરણાનું સિંચન કર્યું હતું.

By

Published : Feb 6, 2020, 7:56 PM IST

motivational speech
સંજય રાવલનું પ્રેરણાત્મક પ્રવચન

વિસનગર: એમ.એન. કોલેજ આમ તો પોતે જ એક ગૌરવ છે. આ કોલેજમાં દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા અનેક મહાન વ્યક્તિઓએ પોતાના જીવનમાં ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ કરી છે. ગાયકવાડી સમયથી વિદ્યાર્થીઓને શિક્ષણ સામાજિક સમરસતા સાથે રાષ્ટ્ર પ્રેમની પ્રેરણા પુરી પાડતી આ સંસ્થામાં વિદ્યાર્થીઓ કે જેઓ આવતીકાલનું ભવિષ્ય છે, તેના ઘડતરમાં સામાજિક સમરસતા અને ઉત્કર્ષ માટે મોટીવેશનલ વક્તાઓના પ્રવચન અને અનુભવોથી પરિચિત થાય તે માટે ત્રણ દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતિમ દિવસે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય અને અસફળતાથી સફળતા તરફ કેવી રીતે જઈ શકાય તે બાબતો અંગે સમજ આપવામાં આવી હતી.

વિસનગરની એમ.એન. કોલેજમાં સંજય રાવલનું પ્રેરણાત્મક પ્રવચન

ABOUT THE AUTHOR

...view details