ગુજરાત

gujarat

ETV Bharat / state

સડેલી સરકારી ચણાની દાળને ગરીબોને રાશનમાં આપી, લોકોએ દાળ ફેંકી રોષ જતાવ્યો - જોટાણા

રાજ્યનો એક મોટો વર્ગ છે સરકારી અનાજ પર નભે છે. સરકારી અનાજનો પુરવઠો મેળવવા તેમને કેટલાય પુરાવાઓ આપવાના હોય છે અને લાઈનોમાં ખડું થવું પડતું હોય છે. તેમ છતાં પણ તેમના ફાળે આવતું રાશન ખાવાલાયક જ ન હોય ત્યારે ગરીબોનો નિસાસો આક્રોશમાં પરિવર્તિત થઇ જાય છે. મહેસાણાના જોટાણમાં સરકારી ફાળવણીની ચણાની દાળ ઢોર પણ ન ખાય એવું સડેલી હતી જેને ગરીબોને વિતરત કરવામાં આવી હતી. ત્યારે લોકોએ એ સડેલી ચણાની દાળ ફેંકી દઈને વિરોધ દર્શાવ્યો હતો.

સડેલી સરકારી ચણાની દાળને ગરીબોને રાશનમાં આપી, લોકોએ દાળ ફેંકી રોષ જતાવ્યો
સડેલી સરકારી ચણાની દાળને ગરીબોને રાશનમાં આપી, લોકોએ દાળ ફેંકી રોષ જતાવ્યો

By

Published : Sep 26, 2020, 8:08 PM IST

મહેસાણાઃ જિલ્લામાં સરકાર દ્વારા લાભાર્થીઓ માટે નિઃશુલ્ક કે રાહતદરે અનાજનું વિતરણ જિલ્લા પુરવઠા વિભાગના આયોજનથી કરવામાં આવતું હોય છે. જોકે જિલ્લામાં પુરવઠા વિભાગના અનાજ વિતરણમાં દિવસે ને દિવસે બેદરકારી એ રીતે વધી રહી છે કે સરકારી અનાજના બારોબારીયા કરવા સહિતના કાળા કારનામાં બાદ હવે જોટાણા તાલુકાના પાંચ ગામોમાં સડેલી ચણા દાળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સડેલી સરકારી ચણાની દાળને ગરીબોને રાશનમાં આપી, લોકોએ દાળ ફેંકી રોષ જતાવ્યો

જોટાણા તાલુકાના મોદીપુર, મેમદપુર, કસલપુર સહિતના પાંચ ગામોમાં સડેલી દાળનું વિતરણ કરાયું હોવાનો જાગૃત નાગરિકે ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા રાહતના અનાજના જથ્થામાં આપવામાં આવતા ચણાદાળના પેકેટ ગત જાન્યુઆરી માસના પેકીંગ હોવાનું અને તે 6 માસ સુધી જ ઉપયોગી હોવાનું પેકેટ પ્રદર્શાવાયું હતું. જોકે આજે પેકીંગ તારીખના 8 માસ બાદ પણ આ ચણા દાળ લાભાર્થીઓને અપાતી હોઈ નાગરિકોના આરોગ્યને હાનિ પહોંચે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે. સડેેલી ચણા દાળ મામલે વિક્રેતાએ આગળ સરકારમાંથી જ સડેેલી દાળ આવતી હોવાનું જણાવ્યું છે. ત્યારે લોકોએ માગ કરી છે કે જન આરોગ્ય સામે ચેડાં કરતાં લોકો સામે પગલાં લેવામાં આવે.

સડેલી સરકારી ચણાની દાળને ગરીબોને રાશનમાં આપી, લોકોએ દાળ ફેંકી રોષ જતાવ્યો

ABOUT THE AUTHOR

...view details