ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં બદલાતા હવામાન સાથે અંધારપટ છવાયો, વરસાદનું આગમન

ઉત્તર ગુજરાત સહિત મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. ઠંડકભર્યા માહોલ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી પણ મહેસાણા જિલ્લામાં થઈ ચૂકી છે.

By

Published : Jun 7, 2020, 7:06 PM IST

મહેસાણા જિલ્લામાં બદલાતા હવામાન સાથે અંધારપટ છવાયો
મહેસાણા જિલ્લામાં બદલાતા હવામાન સાથે અંધારપટ છવાયો

મહેસાણા: જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાતા અંધારપટ છવાયો છે. દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણમાં સાંજ પછી ક્યારેક ધીમી ઝરમર તો ક્યારેક ધોધમાર વરસાદની હાજરી જોવા મળી રહી છે. રવિવારની બપોરે વડનગરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા રસ્તાઓ પર પાણી ભરાયા છે.

અચાનક હવામાન બદલાતા ખેડૂતો પણ ચોમાસું ખેતીની તૈયારીઓ કરતા જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details