પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બેચરાજી પંથકમાં જમીન વિસ્તાર આવેલો છે. જેમાં બેચરાજી તાલુકા વિસ્તારની પંચાયત દ્વારા અપાયેલી મંજૂરી અને શરતો આધારે આ કંપનીઓ સ્થાપવામાં આવી હતી. જ્યાં સમય જતાં બેચરાજી સરપંચ એસોસિએશન દ્વારા આ ખાનગી કંપનીઓ પોતાનો અડ્ડો જમાવ્યા બાદ પંચાયતોને સહકાર ન અપાતી હોવાનો સૂર ઉઠ્યો હતો.
મહેસાણામાં ખાનગી કંપનીઓ વિકાસ મામલે પંચાયતને સહકાર ન આપતા લોકોનો વિરોધ - meeting
મહેસાણા જિલ્લામાં બેચરાજી સરપંચ એસોસિએશન દ્વારા ખાનગી કંપનીઓ સહકાર ન આપતા રોષ મામલે બેઠક યોજાઇ હતી. જેમાં વિકાસની હરણફાળમાં ખાનગી કંપનીઓ સ્થપાઈ રહી છે જેના કારણે ખાનગી કંપનીઓ પોતાનો અડ્ડો જમાવ્યા બાદ પંચાયતોને સહકાર આપતી ન હોય જનતા રોષે ભરાઈ હતી. તેમજ વિરોધ દર્શાવ્યો હતો.
વીડિયો
જેમાં સ્થાનિકોને નોકરી, ગામડાના વિકાસમાં સહકાર હિતના મુદ્દે કંપનીઓને ઘેરતા બેચરાજી સરપંચ એસોસિએશન દ્વારા બોલાવેલી એક બેઠકમાં તાલુકાના 30 જેટલા ગામના સરપંચ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી આ મામલે લડત આપવા તૈયારી બતાવી હતી. જો કંપની સ્થાનિક પંચાયતોને કે સ્થાનિકોને સહકાર નહીં આપે તો તંત્રમાં ઉપર સુધી રજૂઆતો કરી લડવાની તૈયારી બતાવી હતી.