રાજ્યમાં આગામી લોકસભાની રાબેતા મુજબની અને વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરાઈ છે. ત્યારે રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની તમામ સહકારી સંસ્થાઓ 27 મેં 2019 સુધી પૂર્ણ થતી મુદત પર ચૂંટણી ન યોજવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આદર્શ આચારસંહિતાને ધ્યાને રાખતા આચારસહિતા પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજવા આદેશ કરાયો છે.
ઊંઝા APMCની ચૂંટણી મોકૂફ, આચારસંહિતા બાદ ફરી યોજાશે ચૂંટણી - Gujarati news
મહેસાણા: લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીઓને પગલે ઊંઝા APMCની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. ઊંઝા ખાતે આવેલી ઊંઝા APMCની ચૂંટણી આગામી એપ્રિલ માસમાં યોજાવાની હતી. જોકે, ઊંઝામાં ગરમાયેલા સ્થાનિક અને રાજકીય માહોલ વચ્ચે આ APMC સંસ્થાને ચૂંટણીના ચક્રવ્યૂમાંથી થોડાક સમય માટે રાહત મળી છે.
unja
વહીવટી તંત્ર ચૂંટણી પંચની કામગીરીમાં યોગ્ય ફરજ બજાવી શકે તે હેતુને પણ ધ્યાને લેવામાં આવ્યો છે. ત્યારે હવે લોકસભા અને ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી બાદ ઊંઝા APMCની ચૂંટણી સહકાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે.