મહેસાણા: મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ પરિવાર નામના સોશિયલ મીડિયા ગ્રુપમાં આજે એવી અભદ્રતા સામે આવી છે કે, જેને લઈ સમગ્ર ભારે ચર્ચાઓ પ્રસરવા પામી છે.
મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિની આબરુના ધજાગરા ઉડાવે તેવી એક ઘટના મહેસાણા ખાતે ચાલતા કોંગ્રેસ પરિવાર નામના વોટ્સએપ સોશિયલ મીડિયામાં બનાવ પામી છે. જેમાં ખુદ કોંગ્રેસ શહેર પ્રમુખના મોબાઈલ નંબરથી ગ્રુપમાં અભદ્ર વીડિયો ફોરવર્ડ થયા છે.
મહેસાણા કોંગ્રેસ પરિવારના ગ્રુપમાં અભદ્રવીડિયો વાઇરલ થયા જો કે, કોંગ્રેસ પરિવાર નામના આ ગ્રુપમાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ સહિત કોંગ્રેસના પીઠ નેતાઓ પણ જોડાયેલા છે, ત્યારે મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખના નંબરથી અભદ્ર વીડિયો આવતા ગ્રુપમાં ભારે કુતુહલ સર્જાઈ હતી. જો કે, સમગ્ર મામલે કોંગ્રેસ શહેર પ્રમુખે પોતે લોકડાઉનમાં સેવાકાર્ય માટે મહેસાણા રેલવે સ્ટેશન પર હતા. તે સમયે તેમનો મોબાઈલ ફોન બેટરી ડાઉન થઈ હોવાથી મોબાઈલ ફોન જાહેર જગ્યાએ બેટરી ચાર્જ કરવા મુક્યો હતો.
મહેસાણા કોંગ્રેસ પરિવારના ગ્રુપમાં અભદ્રવીડિયો વાઇરલ થયા મોબાઈલ ફોનમાં લોક સિસ્ટમ ન હોવાનો લાભ લઇ કોઈ અજાણ્યા શખ્સે આ અભદ્ર વીડિયો મૂકી ખોટી હરકત કરી હોવાનો ખુલાસો કરી ગ્રુપમાં સામેલ તમામ મહિલા અને પુરુષ સભ્યોની માફી માંગી છે, પરંતુ આ સમગ્ર ઘટના કોંગ્રેસ પરિવારના જ કોઈ વિઘ્નસંતોષી સભ્ય દ્વારા ગ્રુપના ફોટા પાડી વધુ વાઇરલ કરવામાં આવી છે, ત્યારે અહીં મહેસાણા કોંગ્રેસની માનસિકતા પર મોટા સવાલો ઉભા થયા છે. જો કે, કોંગ્રેસ સંગઠન દ્વારા આ સમગ્ર મામલે શું પગલાં લેવાય છે તે તો જોવું જ રહ્યું..!