ગુજરાત

gujarat

By

Published : Mar 9, 2021, 6:10 PM IST

ETV Bharat / state

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ

ઠેર ઠેર વિશ્વ મહિલા દિવસની ઉજવણી થાય છે. ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા પણ આ દિવસની ગૌરવપૂર્વક ઉજવણી કરતા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જઈને ખાસ ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણી થકી મહિલાઓ સક્ષમ અને સશક્ત બને તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા કરાઈ વિશ્વ મહિલા દિવસની ઉજવણી
મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા કરાઈ વિશ્વ મહિલા દિવસની ઉમહેસાણા જિલ્લા પોલીસ દ્વારા કરાઈ વિશ્વ મહિલા દિવસની ઉજવણીજવણી

  • મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા કરાઈ મહિલા દિવસની ઉજવણી
  • જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જઈને મહિલાઓનાં ગૌરવ દિવસની કરી ઉજવણી
  • મહિલાઓને સક્ષમ અને સશક્ત બનવા માટે પોલીસની અપીલ





મહેસાણા: ઠેર ઠેર વિશ્વ મહિલા દિવસની ઉજવણી થાય છે. ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને મહિલા દિવસની ગૌરવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જઈને પોલીસકર્મીઓ દ્વારા જાગૃતિ પણ પ્રસરાવવામાં આવી હતી. વિશ્વ મહિલા દિવસની ઉજવણી થકી મહિલાઓ સક્ષમ અને સશક્ત બને તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા કરાઈ વિશ્વ મહિલા દિવસની ઉજવણી
ડ્રામા અને ચલચિત્રો દર્શાવીને મહિલાઓને સંદેશો પાઠવવામાં આવ્યોમહેસાણા જિલ્લા પોલીસ વડા પાર્થરાજ સિંહ ગોહિલ અને મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરતા પ્રેરણાત્મક સંવાદ સાથે ડ્રામા અને ચલચિત્રો દર્શાવીને મહિલાઓને કાયદાકીય અને સમાજની જરૂરી જાણકારી આપતા પોતાના હક અધિકાર વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે મહિલાઓને આકસ્મિક કે મુશ્કેલીજનક સંજોગોમાં કઈ રીતે પરિસ્થિતિનો સામનો કરવો તે વિશે સમજ આપવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં મહિલા અત્યાચારની ઘટનાઓ જૂજ જોવા મળતી હોય છે.તેમ છતાં પણ કોઈ મહિલાઓની સતામણી કે દહેજને લઈને કોઈ સમસ્યા ઉભી થાય તો શું કરવું જોઈએ? તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details