ભાવનગરમાં રખડતાં ઢોરને લીધે વધુ એક વ્યક્તિનો ભોગ ભાવનગર:રાજ્યમાં ઢોરનો ત્રાસ(stray cattle problem in gujarat) લોકોના માથાનો દુખાવા સમાન બન્યો છે. અનેક લોકોએ તેના લીધે પોતાના જીવ ગુમાવ્યા છે તો ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયાં છે. ત્યારે ભાવનગરમાં રખડતાં ઢોરના કારણે વધુ એક વ્યકિતનો ભોગ(one man death due to stray cattle in Bhavnagar) લેવાયો છે.
ગાય રસ્તા વચ્ચે આવી જતાં મોત:ભાવનગરના કાળિયાબીડમાં રહેતા રવિ પટેલનું ગાય રસ્તા પર આવી જતાં જીવ ગુમાવ્યો(death due to stray cattle in Bhavnagar) હતો. યુવક મુળ મહેસાણાના રહેવાસી છે. નોકરી કરવા જતા યુવાનને ગાય વચ્ચે આવતા તેનું વાહન સ્લીપ થઈ ગયું હતું અને તેનું માથું જમીન પર પટકાયું હતું. તેને માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો:સરકારી જાહેરાત સાબિત થઈ પોકળ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીનો અભાવ
મહાનગરપાલિકા જવાબદાર:સમગ્ર ઘટનાને પગલે ઢોરના(stray cattle problem in gujarat) કારણે મૃત્યુ થતાં ફરી મહાનગરપાલિકાની કામગીરીને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. સામાજિક કાર્યકરોએ આ ઘટના પાછળ મહાનગરપાલિકા જવાબદાર હોવાનું જણાવ્યું હતું. આ સમસ્યા નગરસેવકને હલ કરવાની હોય છે. પણ આજના નગરસેવકો પોતાના વિસ્તારમાં જતા પણ નથી.
આ પણ વાંચો:મહેસાણા પાલિકા દ્વારા 40 કરોડથી વધુ બાકી વેરા સામે 13 કરોડથી વધુની વસુલાત કરાઈ
તંત્રની કામગીરી: ભાવનગર મહાનગરપાલિકાના વેટરનરી ઇન્સ્પેક્ટર એમ એમ હિરપરાએ જણાવ્યું હતું કે વાહન લઈને જતો મહેસાણાનો શખ્સને ગાય આડી ઉતરતા તેનું વાહન સ્લીપ થઈ ગયું અને તેનું માથું જમીન પર પટકાયું હતું. જેના કારણે તેનું મૃત્યુ સારવાર દરમ્યાન નીપજ્યું છે. જો કે 1000 કરતાં વધારે ઢોર હાલ પકડેલા છે અને રોજના 15થી 20 જેટલા ઢોર પકડવામાં આવી રહ્યા છે.